Categories: Dharm

વાર્ષિક ભવિષ્યફળ : કુંભ (ગ.શ.સ.)

વિક્રમ સંવત ર૦૭૩ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શનિ વૃશ્ચિક રાશિ અને દશમ ભાવેથી પોતાની મંદ ગતિથી મુસાફરી આગળ વધારે છે અને આગળ વધતા એક ભાવ બદલે છે, પરંતુ બાદમાં વક્રી થઈ ફરીથી વર્ષના અંતે વૃશ્ચિક રાશિમાં જ દશમભાવે જોવા મળે છે. જ્યારે પરાક્રમેશ મંગળ વર્ષારંભે ધન રાશિ અને લાભ ભાવેથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને પોતાની આગવી ગતિથી આગળ વધતા વર્ષાંતે કન્યા રાશિ અને અષ્ટમભાવે જોવા મળે છે જ્યારે સુખેશ શુક્ર વર્ષના આરંભે વૃશ્ચિક રાશિ અને દશમ ભાવેથી પોતાની મુસાફરી આગળ વધારે છે અને આગળ વધતા વર્ષાંતે કન્યા રાશિમાં અષ્ટમ ભાવે જોવા મળે છે. સૂર્ય અને બુધ વર્ષ દરમ્યાન સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરે છે. ચંદ્ર રાશિચક્રનાં ચક્કરો પૂર્ણ કરે છે અને ત્રણેય ગ્રહો વર્ષાંતે ભાગ્યભાવે તુલા રાશિમાં જોવા મળે.

જ્યારે વર્ષના આરંભે સિંહ રાશિમાં સાતમા ભાવે રહેલો રાહુ તથા કુંભ રાશિમાં દેહભાવે રહેલો કેતુ પોતાની વક્ર ગતિથી મુસાફરી આગળ વધારતા વર્ષાંતે રાહુ કર્ક રાશિમાં તથા કેતુ મકર રાશિમાં વ્યય ભાવે જોવા મળે છે.

આર્થિક દૃષ્ટિએ આવકનો સારો યોગ છે. તમે જે કામ કરી રહ્યા છો તેનું વળતર પૂરેપૂરું મળતું જણાય છે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધુ થશે. યોગ્યતા અનુસાર કામ મળતું દેખાય છે. ર૬ જાન્યુ.થી કામમાં ઘણા ફેરફાર થતા જોવા મળશે. જે જાતકોને વધારાનું કામ કરવું હશે તેમને નવી તક મળશે. આ સમયગાળામાં મુસાફરીથી પણ ફાયદો થશે. માર્ચ મહિના દરમ્યાન સટ્ટાનું કામ કરતાં જાતકોને વિશેષ લાભ મળતો દેખાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય લાભકર્તા દેખાય છે. જે જાતકો પોતાની પહેલી નોકરી શોધી રહ્યા છે તેમની ઇચ્છા ર૬ જાન્યુઆરી બાદ પૂરી થાય. નોકરીમાં બદલી-બઢતી-પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ વર્ષ લાભદાયી સાબિત થતું જોવા મળે છે.

આ વર્ષ દરમ્યાન સંતાનો તથા જીવનસાથી પાછળ ખર્ચ વધુ થાય. સંતાનોના અભ્યાસ, વિદેશપ્રવાસ તથા વિવાહ-લગ્ન પાછળ પણ સારો એવો ખર્ચ થતો જોવા મળે છે. હાથ નીચેના માણસો પણ વારંવાર નાણાંની માગણી કરતા જોવા મળે.

આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો માનસિક બીમારી વધુ સતાવતી જોવા મળે, ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પણ વિચારો ખરાબ આવવા તથા શરીરમાં ત્રિદોષનું પ્રમાણ વધી શકે. જુલાઈ, ઓગસ્ટ દરમ્યાન પગને લગતી નાનીમોટી તકલીફ થવાનો યોગ બનશે, સપ્ટેમ્બર બાદ શારીરિક રીતે રાહત મળતી જશે.

વિવાહ-લગ્નયોગની દૃષ્ટિએ કુંભ રાશિના જાતકો માટે કપરો સમય જણાય છે. આ વર્ષ દરમ્યાન જે જાતકો યોગ્ય જીવનસાથી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે તેમણે હજુ વધારે રાહ જોવી પડશે. સગાઈ થઈ ગઈ છે અને લગ્ન માટે રાહ જોઈ રહેલા જાતકો માટે પણ સપ્ટેમ્બર-ર૦૧૭ બાદ યોગ બને છે. જે જાતકોનાં સંતાનો વિવાહ યોગ્ય હશે તો તેમના વિવાહ કરી શકશો.

divyesh

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

20 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

20 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

21 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

22 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

22 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

22 hours ago