તો એપ્રિલથી મોંઘુ થશે વીમા પોલીસીનું પ્રીમિયમ

નવી દિલ્હીઃ આ વર્ષે એપ્રિલમાં વીમી પોલીસીનું પ્રીમિયમ મોંઘુ થઇ શકે છે. વીમા નિયામક એરાડએ કંપનીઓ તરફથી એજન્ટને આપવામાં આવેલા કમીશન બે ટકાથી વધારીને 40 ટકા કરવાના પ્રસ્તાવને સાર્વજનીક કરી દીધો છે. સાથે જ કંપનીઓ દ્વારા આકર્ષક છૂટ પણ ઘટી શકે છે.

જીવન વીમા પર વધારે બોજોઃ વર્તમાન સમયમાં સૌથી સસ્તા ગણાતા ટર્મ રેગ્યુલર પ્લાનમાં પહેલા વર્ષે કમીશન બે ટકા હતું. જે હવે વધારીને 40 ટકા થઇ જશે. આ જ રીતે સિંગલ પ્રીમિયમ વાળા ટર્મ પ્લાન્ટમાં કમીશન બે ટકાથી વધીને 7.5 ટકા થઇ જશે. જો કે રોકાણ સાથે જોડાયેલી વીમા પોલીસી બે ટકા પર જ રાખવાનો નિર્ણય કર્યો છે.

રિન્યૂ કરવું પણ મોંઘુઃ પોલીસીને દર વર્ષે રિન્યૂ કરવું પણ મોંધુ પડી શકે છે. હવે દર વર્ષે 7.5 ટકાના દરથી કમીશન લાગશે. જ્યારે હાલમાં તેના બીજા અને ત્રીજા વર્ષમાં 7.5 ટકા તેમ જ ત્યાર બાદ પાંચ ટકા કમીશન લાગશે. આ સાથે જ રેગ્યુલર ઇન્શ્યોરન્સ કંપનીના સીએમડી આર.એમ. વિશાખાએ કહ્યું છે કે તેનાથી પોલીસે વચ્ચે પૂર્ણ થવાની શક્યતા ઘટી જશે.

નવા નિયમ પ્રમાણે સ્વાસ્થ્ય વીમામાં સામાન્ય વીમા ધારકોના મામલે કમીશન 15 ટકાથી 17.5 ટકાની વચ્ચે રહેશે. હાલમાં સરકારી વીમા કંપનીઓ 7.5 ટકા કમીશન એજન્ટને આપે છે. જો કે સમૂહ વીમામાં કમીશન 7.5 ટકા રહેશે.

ક્રેડિટ લિંક સ્વાસ્થ્ય વીમોઃ એરડાએ સ્વાસ્થ્ય વીમા પોલીસામાં નવી શ્રેણીની પોલિસી આપવા અને તેના કમીશન પણ નક્કી કરવામાં આવ્યાં છે. હવે લોનની ગેરન્ટી વાળી પાંચ વર્ષની ક્રેડિટ લિંક્સ સ્વાસ્થ્ય વીમા પોલીસી પણ પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યના આધારે લોનના જોખમની ગેરન્ટી નક્કી થશે. કમીશન 15 ટકા રહેશે.

home

You might also like