એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં કંપનીઓના ક્રેડિટ રેટિંગમાં ઘટાડોઃ ઈકરા

મુંબઇ: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ છ માસના સમયગાળામાં દેશની કંપનીઓના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઇકરાએ લોન લીધેલી ૭૦૦૦ કંપનીઓમાંથી માત્ર ૨૮૭ કંપનીઓના રેટિંગમાં સુધારો કર્યો છે, જ્યારે ૩૧૪ કંપનીઓના રેટિંગમાં ઘટાડો કર્યો છે.
ઇકરાએ એક રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક ત્રિમાસિક સમયગાળામાં એન્જિનિયરિંગ, ડાયમંડ તથા જ્વેલરી અને રેડીમેડ ગાર્મેન્ટ જેવા સેક્ટરમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાવાના કારણે કંપનીઓના ક્રેડિટ રેટિંગમાં ઘટાડાની સંખ્યામાં વધારો થયો છે.

ઇકરાના જણાવ્યા પ્રમાણે પાવર, મેટલ અને એન્જિનિયરિંગ સેક્ટરની કંપનીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાવાના કારણે આ સેક્ટરની કંપનીઓ ઉપર પ્રેશર વધ્યું છે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ અને આઇટી જેવા સેક્ટરમાં નિયમનકારી એજન્સીઓના વધતા હસ્તક્ષેપ તથા વિદેશમાં ગ્રાહક ખર્ચમાં વધારો થવાના કારણે આ સેક્ટરની કંપનીઓના રેટિંગમાં હાલ કોઇ મજબૂત સુધારો નોંધાયો નથી.

You might also like