આગામી એપ્રિલમાં ગેસના ભાવ ૧૭ ટકા ઘટશે!

નવી દિલ્હી: દેશમાં નેચરલ ગેસના ભાવ એપ્રિલ મહિનામાં ૧૭ ટકા ઘટીને ૩.૧૫ ડોલર પ્રતિ યુનિટની સપાટીએ આવી શકે છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સિસ દ્વારા ઓક્ટોબર ૨૦૧૪માં મંજૂર થયેલી નવી ગેસ મૂલ્યની ફોર્મ્યુલા અનુસાર નેચરલ ગેસનું ભાવ નિર્ધારણ અર્ધવાર્ષિક આધાર પર કરવામાં આવી શકે છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ૧ જાન્યુઆરી, ૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધીના સમયગાળામાં ભાવના મૂલ્યના હિસાબના દૃષ્ટિકોણથી આગામી એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૬ના સમયગાળા માટે નેચરલ ગેસની કિંમત ૩.૧૫ ડોલર એમએમડીટીયુ-પ્રતિ યુનિટ આવી શકે છે. નેચરલ ગેસની કિંમત અત્યારે ૩.૮૨ ડોલર પ્રતિ યુનિટ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડો થાય તો વેપાર ઉદ્યોગ ધંધા સહિત સામાન્ય વપરાશકારોને પણ તેનો સીધો લાભ મળી શકે તેમ છે.

You might also like