એપ્રિલથી મે માસમાં જ્વેલરી નિકાસમાં ૨૫ ટકા ઉછાળો

મુંબઇ: સોનાના ભાવ ઊંચા હોવાના કારણે સ્થાનિક બજારમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે એક્સપોર્ટ બજાર તેજીમાં જોવા મળ્યું છે. અમેરિકામાં જ્વેલરીની માગ વધવાના કારણે એપ્રિલ અને મે મહિનામાં જ્વેલરીની નિકાસમાં ૨૫ ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

પાછલા વર્ષે આ જ સમયગાળામાં રૂ. ૪૬૦ કરોડ રૂપિયાની જેમ્સ અને જ્વેલરીની નિકાસ થઇ હતી. દેશની કુલ નિકાસમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો હિસ્સો ૧૪ ટકા છે. પાછલા બે મહિનામાં ચાંદીની જ્વેલરીની પણ મોટા પ્રમાણમાં નિકાસ જોવાઇ હતી. પાછલા વર્ષની સરખામણીએ ચાંદીની જ્વેલરીની નિકાસ ૧૭.૬ ટકા વધીને ૬૭.૩ કરોડ ડોલર થઇ છે.

You might also like