એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં GDP નીચે જશે!

મુંબઇ: નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક સમયગાળામાં જીડીપી ગ્રોથમાં ઘટાડો જોવાઇ શકે છે. એપ્રિલથી જૂનના સમયગાળામાં જીડીપી ગ્રોથ ૭.૪ ટકા રહેવાનું અનુમાન છે. પાછલાં વર્ષે આ જ સમયગાળામાં જીડીપી ગ્રોથ ૭.૯ ટકા જોવાયો હતો, જોકે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ઊંચો રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.સરકાર આગામી બુધવારે ડેટા જાહેર કરશે. જાણકારોના જણાવ્યા પ્રમાણેદેશભરના મોટા ભાગનાં રાજ્યોમાં અપેક્ષા કરતાં સારાે વરસાદ થતાં સાતમા પગારપંચની અમલવારીના કારણે જીડીપી ગ્રોથમાં સુધારો જોવાઇ શકે છે.

નોમુરાના રિપોર્ટ પ્રમાણે સરકાર દ્વારા ઊંચો ખર્ચ થવાના કારણે સર્વિસિસ સેક્ટરમાં મજબૂતાઇ જોવાશે. જ્યારે કેર રેટિંગ્સના જણાવ્યા પ્રમાણે ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં ગ્રોથ વધવાની આશા નથી. માત્ર કૃષિ ક્ષેત્ર અને સરકારી ખર્ચના આંકડા પાછલાં વર્ષની સરખામણીએ સકારાત્મક જોવાઇ રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષનો ઇકોનોમી ગ્રોથ ૭.૮ ટકા રહી શકે છે.

You might also like