એપ્રિલથી જુલાઈમાં NRI ડિપોઝિટમાં ૬૦ ટકાનો ઘટાડો

મુંબઇ: દેશમાં અને વૈશ્વિક મોરચે ભારતીય ઇકોનોમી સુધરી રહી હોય તેવાં ગુણગાન ગવાય છે, પરંતુ વાસ્તવિકતા કંઇ અલગ જ જોવા મળી રહી છે. દેશમાં એક બાજુ વિદેશી રોકાણકાર દ્વારા રોકાણ વધી રહ્યું છે તો બીજી બાજુ બિનનિવાસી ભારતીયો દ્વારા દેશમાં થાપણોમાં ઘટાડો થઇ રહ્યો છે. એપ્રિલથી જુલાઇ ૨૦૧૬ના સમયગાળામાં બિનનિવાસી ભારતીયોની ડિપોઝિટમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થઇ ૨.૮ અબજ ડોલરની થઇ ગઇ છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં ઘટાડાના લીધે ગલ્ફ દેશોમાં ભારતીય મૂળની કામદારોની મોટા પાયે છટણી કરતાં તેની એનઆરઆઇ ડિપોઝિટ ઉપર પ્રતિકૂળ અસર જોવાઇ છે એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ડોલર છેલ્લા કેટલાક સમયથી મજબૂત થઇ રહ્યો છે અને તેના કારણે બિનનિવાસી ભારતીયો નાણાં ભારતીય બેન્કોમાં મૂકવાના બદલે ડોલરમાં બચાવતા થયા છે, જેના કારણે એનઆરઆઇ ડિપોઝિટ ઘટી રહી છે. બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બિનનિવાસી ભારતીયોની ઘટતી જતી ડિપોઝિટનાે આ ટ્રેન્ડ આરબીઆઈના નવા ગવર્નર માટે કસોટીરૂપ બની શકે છે.

You might also like