એપ્રિલ એક્સપાયરીના પગલે શેરબજાર વોલેટાઈલ

અમદાવાદ: આજે એપ્રિલ એક્સપાયરીના પગલે શેરબજારમાં વોલેટાઇલ-બંને તરફની વધ-ઘટ જોવા મળી છે. આજે શરૂઆતે સેન્સેક્સ ૧૫ પોઇન્ટના સુધારે ૩૦,૧૪૮, જ્યારે નિફ્ટી પાંચ પોઇન્ટના સુધારે ૯,૩૫૮ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો, જોકે તુરત જ વેચવાલીથી ઉપલા મથાળેથી સેન્સેક્સ ૨૬ પોઇન્ટ ઘટી ૩૦,૧૦૬, જ્યારે નિફ્ટી ત્રણ પોઇન્ટ ઘટી ૯,૩૫૦ની સપાટી તોડી નીચે ૯,૩૪૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાતું જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી પણ ૪૮ પોઇન્ટના ઘટાડે ૨૨,૧૯૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ઊભી થયેલ તંગદિલીના પગલે એશિયાઇ શેરબજાર રેડ ઝોનમાં જોવાયાં હતાં. તેની અસરથી આજે મેટલ સેક્ટર પણ પ્રેશરમાં ખૂલ્યું હતું.

આજે શરૂઆતે એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, એચડીએફસી કંપનીના શેરમાં ૦.૫૫ ટકાથી ૧.૯૦ ટકા ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં ૦.૭૦ ટકાથી ૧.૬૦ ટકા ઉછાળો નોંધાયો હતો.

બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ઉત્તર કોરિયાને લઇને અનિશ્ચિતતા વધી છે તેને જોતાં કરેક્શનની શક્યતા જોવાઇ રહી છે, જોકે ડોલર સામે રૂપિયાની ચાલ આગામી દિવસોમાં શેરબજાર માટે પણ મહત્ત્વની સાબિત થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like