ઓરિસ્સાની 2 જાતીઓ અનુસૂચિત જાતીમાં સમાવેશ કરવાને મળી મંજુરી

નવી દિલ્હી : સંસદથી આજે તે વિધેયકને મંજુરી મળી ગઇ છે જેમાં ઓરિસ્સાની પુર્વ અનુસૂચિત જાતીઓની યાદીમાં સુઆલગિરી અને સ્વલગિરીનો સમાવેશ કરવાનું પ્રવધાન કર્યું છે. રાજ્યસભામાં આજે ચર્ચા બાદ સંવિધાન અનુસૂચિત જાતીઓ આદેશ સંશોધન વિધેયક 2017ને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં તેને પહેલા જ પસાર કરવામાં આવી ચુક્યું છે.

આ વિધેયકમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર શાસિત પ્રદેશનાં સ્વરૂપે પોંડોચેર શબ્દના સ્થાને પુડુચેરી કરવામાં આવે. ઉચ્ચ સદનમાં વિધેયક પર થયેલી સંક્ષીપ્ત ચર્ચાનો જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારીકા મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે વિધેયકમાં ઓરિસ્સાની 2 જાતીઓને અનુસૂચિત જાતીમાં સમાવવાનું પ્રાવધાન છે.

આ સમુદાય સબાખિયા જાતીનાં સમરૂપછે. જેને પહેલા જ ઓડિશાની અનુસૂચિત જાતીની યાદીમાં સમાવેશ કરવામાં આવી ચુક્યો છે. અઠાવલેએ કહ્યું કે સરકાર કોર્ટમાં અનામતની સદસ્યોની માંગ કરશે. તેમણે કહ્યું કે અમે કોર્ટ અને ખાનગી ક્ષેત્રમાં અનામત અંગે હજી સુધી કોઇ નિર્ણય નથી લીધો. તે ઘણા સમયથી લંબાયેલી માંગ છે. જો કે સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો છે અમે તે અંગે વિચાર કરીશું.

You might also like