આ રીતે લગાવો પરફ્યુમ, અને મહેકતા રહો આખો દિવસ

ઘણી વખત એવું બને છે કે આપણે ઘરેથી પરફ્યુમ લગાવીને નિકળીએ છીએ અને ઓફિસ પહોંચતા સુધી તેની સુવાસ જતી રહે છે. તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે આખો દિવસ મહેકતા રહેશો.

સૂક્કી ત્વચા પર પરફ્યુમ લગાવતી વખતે તમારી સ્કિન સંપૂર્ણ રીતે કોરી હોવી જોઇએ. એટલે કે ત્વચા પર પાણી ન હોવું જોઇએ. પાણી સૂકાઇ ગયા પછી ત્વચા પર મોશ્ચ્યુરાઇઝર લગાવી અને પછી પરફ્યુમ વગાવવું. જો કોરી ત્વચા પર પરફ્યુમ લગાવશો તો સ્કિન તેને સોશી લેશે.

જો ત્વચા પર પેટ્રોલિયમ જેલી લગાવ્યા પછી પરફ્યુમ લગાવવામાં આવે તો તેની સુવાસ લાંબો સમય રહે છે. જ્યારે તમે સ્નાન કરો છો ત્યાર બાદ તમારા કોશ ખુલી જાય છે. એટલા માટે જ સ્નાન બાદ શરીરને કોરૂ કરીને જ પરફ્યુમ લગાવવું જોઇએ.

કાયમ લોકો એવું કરે છે કે પરફ્યુમ લગાવ્યા બાદ તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુવાસ લે છે. પરંતુ આમ કરવાથી પરફ્યુમની સુવાસ વધવાની જગ્યાએ ઘટી જાય છે. કાંડા પર પરફ્યુમ લગાવીને તેને છોડી દો. તેનાથી સુવાસ લાંબા સમય સુધી જળવાયેલી રહેશે.

http://sambhaavnews.com/

You might also like