આંગળીથી લીપ બામ લગાવવો બની શકે છે જોખમ

શું તમે તમારા હોઠ પર દિવસ દરમ્યાન જીભ ફેરવતા રહો છો? કદાચ તમને ખબર હોય નહીં પરંતુ તમારી આ આદતો તમારા હોઠને કાળા બનાવી શકે છે. સાથે આવું કરનારા લોકોના હોઠ ઘણા જલ્દી ફાટી જાય છે.

પરંતુ જો તમે તમારી આંગળીથી લીપ બામ લગાવો છો તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. સામાન્ય રીતે આપણે હરતા ફરતા આંગળીથી લીપ બામ લગાવી દઇએ છીએ પરંતુ તે ખતરનાક બની શકે છે. એવું હોય તો તમારા હાથને સારી રીતે સાફ કરી લો અને ત્યારબાદ જ લીપ બામ લગાવો.

લીપબામનો ઉપયોગ સામાન્ય રીતે મોઇશ્ચર કરવા માટે થાય છે. હોઠ થોડા સૂકાયા નથી કે તરત જ આપણે લીપ બામ લગાવીએ છીએ, આંગળી ડબ્બીની અંદર નાંખીને હોઠ પર લગાવી દઇએ છીએ. પરંતુ શું તમે એવું જાણો છો કે તેનાથી કેટલું ઇન્ફેક્શન થાય છે. આવું કરવું ઘણી બિમારીઓને આમંત્રણ આપી શકે છે.

આપણી આંગળીઓ પર બિમારીઓ ફેલાવનાર બેક્ટેરિયા અને વાયરસ ચીપકેલા હોય છે. એ એટલા નાના હોય છે કે નરી આંખો કરીને પણ જોઇ શકતા નથી. તમે તમારા હાથનો ટોયલેટનું હેન્ડલ, જેટ અને ફ્લશનો ઉપયોગ કરો છો અનેત્યારબાદ તે હાથથી જ બામ નિકાળીને લગાવો છો. જેના દ્વારા બેક્ટેરિયા આપણા મોંની અંદરથી શરીરની અંદર પ્રવેશી જાય છે.

આપણે આપણા મોબાઇલ સાથે દિવસભર ચોંટેલા રહીએ છીએ. પરંતુ કદાચ ખબર નહીં હોય કે આપણી મોબાઇલ સ્ક્રીન પર ટોયલેટ સીટ જેટલા જ બેક્ટેરિયા લાગેલા હોય છે. આંગળીથી લીપ બામ લગાવવાની જગ્યાએ સ્ટીક વાળઓ લીપ બામનો ઉપયોગ કરવો જોઇએ. જો તમે તેનાથી કમ્ફર્ટ ના હોય તો બામ લગાવતા પહેલા આંગળીઓને સાફ કરી લો.

You might also like