હવે Apple કંપની ભારતમાં બનાવશે iPhone

બેંગાલુરુ: પાછલા કેટલાક દિવસોથી આ વાતની ચર્ચા થઈ રહી હતી કે આઈફોનની દુનિયામાં પ્રથમ ક્રમાંકની એપ્પલ કંપની ભારતમાં પોતાના સ્માર્ટફોન્સ બનાવવાનું શરૂ કરશે. હવે આ વાતની ચર્ચા પર સત્તાવાર મોહર લાગી ચૂકી છે. હવે જલદી જ આઇફોનના ચાહકો પાસે મેડ ઇન ઇન્ડિયા લખેલા આઈફોન હાજર હશે.

એના પછી ભારત ત્રીજો દેશ હશે, જ્યાં એપ્પલ પોતાનું ઉત્પાદન બનાવશે. શુક્રવારના કર્નાટક સરકારના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ એક અહેવાલમાં જણાવ્યું કે બેંગાલુરુમાં એપ્પલના ઉત્પાદનમાં રાજ્યમાં આર્ટ ટેક્નોલોજી ઇકોસિસ્ટમ અને સપ્લાઈ ચેનના વિકાસને બળ મળશે. સાથે જ વૈશ્વિક સ્તર પર પણ ભારતને પ્રતિસ્પર્ધા કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે.

હજી જોકે એ સ્પષ્ટ નથી કે એપ્પલ પોતાનું ઓપરેશન બેંગાલુરુમાં ક્યારથી શરૂ કરશે જોકે સંભાવના દેખાઈ રહી છે કે આ વર્ષે જૂનમાં આ શરૂ થઈ શકે છે. ખડગે તરફથી બહાર પાડવામાં આવેલ પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે એપ્પલા અધ્યક્ષ પ્રિયા બાલસુબ્રમણિયમ, સરકારી મામલાઓના પ્રમુખ, અલી ખાનાફર સહિત નિર્દેશક ધીરજ ચુધે રાજ્ય સરકારના મંત્રી અને તમામ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

You might also like