સુરક્ષામાં ખામી દેખાડનારને એપ્પલ આપશે 1.3 કરોડ રૂપિયા ઇનામ

લાસ વેગાસ : એપ્પલે પોતાનાં ઉત્પાદનમાં સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક બગ શોધનાર વ્યક્તિને બે લાખ ડોલર (1.33 કરોડ રૂપિયા) સુધીનું ઇનામ આપવાની યોજના બનાવી છે. તેને અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ હોવાનું બહાર આવ્યું છે. એપ્પલનાં આઇફોન અને આઇપેડ દુનિયાભરમાં પ્રખ્યાત છે. હેકરોનાં માટે તેનાં સુરક્ષા તંત્ર તોડી શકવું ખુબ જ અધરુ કામ છે.

એપ્પલની પહેલા માઇક્રોસોફ્ટ, ફેસબુક, ટેસ્લા મોટર્સ, એટી એન્ડ ટી જેવી કંપનીઓ નિયમિત રીતે આ પ્રકારનાં કાર્યક્રમ આયોજીત કરતી રહે છે. એપ્પલે ગુરૂવારે બ્લેક હેટ સાઇબર સિક્યોરિટી કોન્ફરન્સમાં તેની જાહેરાત કરી હતી. શરૂઆતમાં એપ્પલ કંપનીની તરફતી લગભગ બે ડઝન સંશોધકોને સિક્યોરિટી બગ શોધવા માટેની તક આપવામાં આવશે. કાર્યક્રમમાં પાંચ શ્રેણીમાં વહેંચણી કરવામાં આવી છે.

તેની પહેલા એપ્પલને બગ અંગે જણાવનારા વિશેષજ્ઞોનો સમાવેશ થાય છે. સિક્યોરિટી બૂટ ફર્મવેરમાં બગ શોધનારા વ્યક્તિને સૌથી વધારે બે લાખ ડોલરની રકમ આપવામાં આવશે. સિક્યોર બુટનાં કારણે આઇઓએસમાં બિનકાયદેસર પ્રોગ્રામ દ્વારા હેકિંગ કરવું શક્ય નથી. જેનાં કારણે મોટા સેલેબ્રિટી લોકો આઇફોન વાપરતાં હોય છે.

You might also like