ભારતમાં આ મહિને આઇફોન એસઇનું ઉત્પાદન ચાલુ કરશે APPLE

બેંગ્લોર : અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજીકલ કંપી એપ્પલ ઇન્કે આજે કહ્યું કે તે આ મહિનાથી બેંગ્લોરમાં પોતાનો આઇફોન એસઇનું નાના પ્રમાણમાં ઉત્પાદન ચાલુ કરશે અને સ્થાનિક ગ્રાહકોમાં તેનું વેચાણ પણ કરશે.

એપ્પલે કહ્યું કે અમે પહેલા એક નાનકડો બલ્ક આઇફોન એસઇનો ઉત્પાદીત કરીશું. આઇફોન એસઇ વિશ્વમાં સૌથી લોકપ્રિય અને શક્તિશાળી ફોન છે. તેમાં ચાર ઇન્ચની ડિસ્પ્લે છે. અમે સ્થાનિક ગ્રાહકોમાંતેનું વેચાણ ચાલુ કરીશું.

કર્ણાટક સરકારે ફેબ્રુઆરીમાં એપ્પલનાં બેંગ્લોરમાં પ્રાથમિક તબક્કામાં ઉત્પાદન ચાલુ કરવામાં આવવાનું હોવાની માહિતી આપી હતી. જો કે હાલમાં આ ફોનનું ઉત્પાદન તાઇવાનની ઓઇએમ વિસ્ટ્રોન શહેરમાં પીન્યામાં એપ્પલ માટે ફોનનું ઉત્પાદન કરશે.

કર્ણાટકનાં આઇટી મંત્રી પ્રિયંક ખડગેએ 30 માર્ચે કહ્યું હતું કે એપ્પલ એક મહિનાથી પણ ઓછા સમયમાં હાઇએન્ડ આઇફોન એસેમ્બલિંગ ચાલુ કરશે. જેનાં કારણે તે ઝડપી વધી રહેલ ભારતીય બજારમાં પોતાનો પગદંડો જમાવી શકે.

You might also like