અેપલ સ્પેસશિપ હેડક્વાર્ટર્સમાં લાગશે દુનિયાનો સૌથી મોટો કર્વ્ડ ગ્લાસ

સાનફાન્સિસ્કો: અેપલનું નવું હેડક્વાર્ટર્સ કેલિફોર્નિયાના કુપરટીનોમાં બની રહ્યું છે. પાંચ બિલિયન ડોલરની કિંમતથી બની રહેલી અા ઇમારતમાં દુનિયાનો સૌથી મોટો કર્વ્ડ ગ્લાસ લગાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. અા સૌથી મુશ્કેલ કામ છે. ચાર માળના બિલ્ડિંગની ચારે બાજુ ત્રણ કર્વ્ડ ગ્લાસ લગાવાશે. ૮૦ ટકા જેટલું કામ પૂરું થઈ ચૂક્યું છે. અોક્ટોબર ૧૦૧૪થી બની રહેલા અા બિલ્ડિંગને બનાવવા માટે ૩૫૦૦ લોકો દિવસ રાત મહેનત કરે છે. ૧૩૫ એકરમાં બની રહેલા અા બિલ્ડિંગનું નામ સ્પેસશિપ છે. અાશા છે કે ૨૦૧૬ના અંત સુધી અા બિલ્ડિંગ સંપૂર્ણ રીતે બની જશે. કેમ્પસમાં લગભગ ૭,૦૦૦ વૃક્ષો લગાવાશે. તેમાં મોટાભાગનાં ઝાડ શાકભાજી અને ફ્રુટ્સનાં હશે. તેનો ઉપયોગ અહીં કામ કરનારા લોકો માટે કરવામાં અાવશે.

અા બિલકુલ સ્પેસશિપ જેવો છે તેથી તેને સ્પેસશિપ નામ અાપવામાં અાવ્યું છે. તેમાં લગભગ ૧૩,૦૦૦ લોકો એક સાથે કામ કરશે. અા બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ગ્રીન એનર્જીથી ચાલશે. તેની પર સોલર પાવર પાર્ક બનાવવામાં અાવશે. કોઈ બિલ્ડિંગ પર લાગેલો અા સૌથી મોટો પાર્ક હશે. તેમાં હજાર સીટ ધરાવતું િવશાળ અોડિટોરિયમ પણ છે. તેની પર ૧૬૧ મિલિયન ડોલરનો ખર્ચ થશે.

અેપલ અહીંથી જ પોતાના અાઈફોન અને અાઈપેડ લોન્ચ કરશે. કર્મચારીઅોની મદદ માટે સાઈટ પર હજારથી વધુ બાઈક હાજર રખાશે. અા ઉપરાંત કેમ્પર્સમાં એક લાખ ચોરસફૂટનું ફિટનેસ સેન્ટર પણ હશે.  ચાર ફ્લોર કર્વ્ડ ડિઝાઈનવાળી બિલ્ડિંગની ચારે બાજુ ગ્લાસની દીવાલ છે. કોઈપણ બાજુથી જોતાં તે એક રિંગ જેવી દેખાશે. અા બિલ્ડિંગને બનાવવામાં લગભગ છ કિલોમીટરના ગ્લાસનો ઉપયોગ કરાયો છે.

You might also like