16 વર્ષનાં છોકરાએ Appleનું સર્વર કર્યું હેક, કંપની સાથે કામ કરવાની ઇચ્છા કરે છે વ્યક્ત

સામાન્ય રીતે આમ તો એવું માનવામાં આવે છે કે ટેક્નોલોજીની કંપની એપ્પલનું સર્વર ખૂબ સુરક્ષિત છે. પરંતુ 16 વર્ષનાં એક છોકરાએ એપ્પલનું સર્વર હેક કરી નાખ્યું છે અને એપ્પલનાં ગ્રાહકોનાં 90GB ડેટા ચોરી કરી લીધો છે. મહત્વની બાબત તો એ છે કે મોટાં મોટાં અને જાણીતાં એવાં હેકર્સ પણ એપ્પલનાં સર્વરને હેક કરવાની કોશિશ કરી ચૂક્યાં છે તેમજ તેમાં નિષ્ફળ રહી ચૂક્યાં છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ઓસ્ટ્રેલિયાનાં એક 16 વર્ષનાં છોકરાએ એપ્પલનાં સર્વરને હેક કર્યું હતું. હેકિંગ દરમ્યાન પોતાની ઓળખ છુપાવવા માટે એને વીપીએનનો ઉપયોગ કર્યો છે.

જો કે એપ્પલે તેનાં લેપટોપનાં સીરિયલ નંબરની ઓળખ કરી લીધી છે. ત્યાર બાદ પોલીસે એપ્પલનાં બે લેપટોપ, હાર્ડ ડ્રાઇવ અને મોબાઇલ જપ્ત કર્યા છે. સગીર હોવાંને કારણે બાળકનાં નામને બહાર પાડવામાં આવ્યું નથી.

અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે બાળકે સર્વરથી ડેટા ચોરી કર્યા બાદ ફાઇલને હેક, હેક, હેક નામથી સર્વર પર એક ફોલ્ડર પણ બનાવ્યું અને ડેટાને રીસ્ટોર પણ કરી દીધો. હેક કર્યા બાદ એને કેટલીક કી પણ નિકાળી અને યૂઝર્સનાં લોગ ઇન અને પાસવર્ડ પણ જોયાં. જો કે હજી સુધી એવું સ્પષ્ટ થયું નથી કે એને કયા કયા પ્રકારનો ડેટા ચોરી કર્યો છે.

બાળકોએ સર્વરને હેક કરીને સ્ક્રીનશોટને પોતાનાં મિત્રો સાથે Whatsapp પર પણ શેર કરેલ છે. ત્યાં જ પોલીસે તે સોફ્ટવેરનાં વિશે પણ તપાસ કરી છે કે જેનાં આધારે તેને એપ્પલનાં સર્વરને હેક કરેલ છે.

ત્યાં બીજી બાજુ છોકરાનાં વકીલનું કહેવું એમ છે કે એ એપ્પલનો ખૂબ મોટો ફેન છે અને કંપનીમાં કામ કરવા ઇચ્છે છે. જો કે એપ્પલ તરફથી આ મામલે કોઇ જ નિવેદન સામે આવ્યું નથી. હાલમાં બાળકને કોર્ટે દોષિત કરાર જાહેર કર્યો છે. જો કે એની સજા અંગેની કોઇ જ જાહેરાત નથી કરાઇ.

You might also like