એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ ટીવી, વીડિયો સ્ટ્રીમિંગ અને સમાચારો માટે એક નવી સેવા ‘ન્યૂઝ પ્લસ’ લોન્ચ કરી છે. સીઈઓ ટીમ કૂકે કહ્યું કે અમે અમારી પ્રોડક્ટ દ્વારા વર્લ્ડ ક્લાસ સેવા આપી રહ્યા છે અને હવે સર્વિસ પણ એ સ્તરની થશે.

તેમણે કહ્યું કે એપલની ન્યૂઝ એપ દુનિયામાં નંબર-૧ છે અને હવે તેમાં ન્યૂઝ પ્લસની ખૂબીઓ જોડાઈ ગઈ છે, જેમાં દુનિયાભરનાં ૩૦૦ સર્વશ્રેષ્ઠ મેગેઝિનનાં કન્ટેન્ટ પણ મળશે. કંપનીની નવી એપલ-પે સેવા અને એપલકાર્ડ દ્વારા ૨૦૧૯માં લગભગ ૧૦ અબજ ટ્રાન્ઝેક્શનનું લક્ષ્ય છે. આઈફોનથી એપલ-પે દ્વારા પેમેન્ટ કરતાં ડેઈલી ૨ ટકા કેશબેક અને એપલથી ખરીદી પર ૩ ટકા કેશબેક મળશે. એપલે નંબર વગરનું ક્રેડિટકાર્ડ પણ લોન્ચ કર્યું છે, તેના પર એક ટકા મળશે.

શરૂઆતમાં આ સેવા માત્ર અમેરિકામાં મળશે. ત્યારબાદ લંડન, મોસ્કો, ટોકિયો, શિકાગો જેવાં તમામ મોટાં શહેરોમાં આઈફોનથી એક્સેસ કરી શકાશે. ૨૫ માર્ચના રોજ એપલે પાંચ મોટી સેવાઓ લોન્ચ કરી.
(૧) પેમેન્ટ સેવા એટલે કે એપલ-પે
(૨) ક્રેડિટકાર્ડ એટલે કે એપલકાર્ડ
(૩) ન્યૂઝ સેવા એટલે એપલ ન્યૂઝ પ્લસ પેડ
(૪) ટીવી અને વીડિયો સ્ટ્રીમિંગ, તે એપલ ટીવી, ટીવી પ્લસ અને ટીવી ચેનલ માટે સબસ્ક્રિપ્શન સેવા છે.
(૫) ગેમિંગઃ એપલ આર્કેડના નામથી શરૂ કરાયેલી આ સબસ્ક્રિપ્શન સેવા છે.

એપલ-પે
એપલ-પેની શરૂઆત અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં થઈ રહી છે. ત્યાર બાદ તેને ‌િશકાગો અને ન્યૂયોર્કમાં લોન્ચ કરાશે. પેમેન્ટ સર્વિસ માટે ગ્રાહકે પોતાના આઈફોનથી સાઈનપ કરવું પડશે અને તેને કાર્ડનું સોફ્ટ વર્ઝન મળી જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાશે.

એપલકાર્ડ
એપલકાર્ડ એક અનોખું ક્રેડિટકાર્ડ છે, જેના પર માત્ર ગ્રાહકનું નામ લખેલું હશે. કોઈ કાર્ડનંબર, સીવીવી કોર્ડ કે એક્સપાયરી ડેટ નહીં હોય અને ગ્રાહકની સિગ્નેચર પણ નહીં હોય. દુનિયાભરમાં જ્યાં એપલ-પે એક્સેસ થશે ત્યાં આ જ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરાશે. પેમેન્ટ પ્રોસેસિંગ માટે માસ્ટર્ડકાર્ડની સેવાઓ પણ મળશે. કોઈ પણ પ્રકારની ઈન્ટરનેશનલ ફી, લેટ ફી કે સાઈનઅપ ફી નહીં લાગે.

એપલ ટીવી-ટીવી પ્લસ
એવો દાવો કરાયો છે કે નવું એપલ ટીવી નેટફ્લિક્સની સરખામણીમાં બહેતર છે. તેને લોન્ચ કરવા માટે એપલે સ્ટીવન સ્પીલબર્ગ, ઓપરા વીનફ્રે જેવા હોલિવૂડ દિગ્ગજોની પસંદગી કરી.આ સપ્ટેમ્બર મહિના બાદ તે ૧૦૦થી વધુ દેશોમાં ઉપલબ્ધ થશે તેમાં વીડિયો ડાઉનલોડ કરવાની પણ સુવિધા મળશે.

એપલ ન્યૂઝ પ્લસ
એપલના એપ્લિકેશન વાઈસ પ્રેસિડેન્ટ રોજનરે જણાવ્યું કે ન્યૂઝ પ્લસ મેગેઝિન કરીને કુલ સબસ્ક્રિપ્શન લગભગ ૮,૦૦૦ ડોલર થાય છે, પરંતુ અમે તે ૯.૯૯ ડોલરમાં આપીશું. ન્યૂઝ પ્લસ પર એપલ યૂઝર્સ માટે પહેલો મહિનો ફ્રી રહેશે.

એપલ આર્કેડ
તે આઈફોન અને આઈપેડ ગેમ્સ માટે સપ્ટેમ્બરમાં શરૂ થનારી પેઈડ સબસ્ક્રિપ્શન સેવા છે, તેમાં ૧૦૦થી વધુ નવી ગેમ હશે, જે જાહેરાતો વગર ચાલશે, તેમાંથી દરેક ગેઈમ વર્લ્ડ ક્લાસ ક્વોલિટીની હશે અને ઓફલાઈન ચાલશે.

You might also like