Categories: Business

એપ્રિલમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનમાં જોડાશે એપલ, બેંગ્લોરમાં શરૂ થશે મેન્યુફેક્ચરિંગ

બેંગ્લોર: કંપની ભારતના માર્કેટ માટે બેંગ્લોરમાં આઇપોન બનાવવાનું કામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એપલ માટે OEM એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનું કામ કરનારી તાઇવાનની કંપની વિસ્ટ્રોનએ બેંગ્લોરના ઇન્ડસ્ટ્રિયલ હબ કહેવાતા પીન્યામાં આઇફોનના મેન્યુફેક્ચરિંગ માટે ફેસેલિટી સેન્ટરનું કામ શરૂ કરી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીંયા મેન્યુફેક્ચરિંગ શરૂ થઇ શકે છે.

જો કે મળતી જાણકારી અનુસાર એપલ ભારતમાં અસેમ્બલિંગ ઓપરેશનને જલ્દીથી જલ્દી શરૂ કરવાને લઇને ગંભીર છે. ત્યારબાદ આગળના વર્ષ સુદીમાં બધું જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. કંપનીના કેટલાક સૂત્રોએ જણાવ્યું કે, ‘ બેંગ્લોર માટે એને લઇને ગંબીરતનાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.’ કંપનીનું માનવું છે કે સ્થાનીય સ્તર પર મેન્યુફેક્ચરિંગથી એ કીંમતોની સરખામણીમાં સ્પર્ધકોને મોટી ટક્કર આપી શકે છે.

હાલમાં એપલને ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે 12.5 ટકાની ઇમ્પોર્ટ ડ્યૂટી ચુકાવવી પડે છે. લોકલ મેન્યુફેક્ચરિંગ શરૂ થવા પર એપલએ આ ટેક્સ નહીં આપવો પડે.

એપલની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ સહયોગી કંપની ફોક્સકોનએ આ પહેલા મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપિત કરવાની માંગણી કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે આ પ્લાન્ટમાં માત્ર એપલની જ પ્રોડક્ટસ તૈયાર કરવામાં આવશે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ફોક્સકોનએ શ્યાઓમી અને વન પ્લસની સાથે લોકલ મેન્યુફેક્ચરિંગ કરાર કરી લીધો છે. એવામાં અહીંયા માત્ર હવે એપલના પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ થશે નહીં.

Krupa

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

11 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

11 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

11 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

11 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

11 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

12 hours ago