એપલના વાયરલેસ હેડફોન મગજ અને સ્વાસ્થ્ય માટે વધુ ખરાબ હશે

હજી તો બે દિવસ પહેલાં જ એપલના આઈફોન-૭ની સાથે વાયરલેસ બ્લુટૂથ પાવર્ડ એરપોડ્સની ડિઝાઈન લોન્ચ થઈ છે ત્યારે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે ભલે આ ઈયરબડ્સ દેખાવમાં સારાં હોય અને ટેક્નોલોજી-વાઈઝ અપગ્રેડેડ કહેવાતાં હોય એનાથી સ્વાસ્થ્ય પર મોટું જોખમ થઈ શકે છે. આ એરપોટ્સ કાનમાં એકદમ લો-ફ્રીક્વન્સીના રેડિયોતરંગો છોડશે જે મગજથી ખૂબ નજીક હોવાથી મગજની કામગીરીમાં ખલેલ પહોંચાડે એવી શક્યતા ઘણી વધારે છે.

You might also like