2017માં આવશે ગ્લાસ બોડીવાળો iPhone

નવી દિલ્હી: દુનિયાની જાણિતી ટેક કંપની એપ્પલ આગામી વર્ષે એલ્યૂમિનિયમ બોડીવાળા iPhoneના બદલે ગ્લાસ કેસિંગવાળો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

તમને જણાવી દઇએ કે કંપનીએ iPhone 4 અને 4Sમાં પણ ગ્લાસ કેસિંગ યૂજ કરી હતી. એપ્પલના એક એનાલિસ્ટ અનુસાર 2017ના આઇફોનમાં એલ્યૂમિનિયમ કેસિંગ હશે નહી અને તેમાં ઘણા ફેરફાર જોવા મળશે.

આ ઉપરાંત કંપની AMOLED ડિસ્પ્લે યૂજ કરશે જે ખૂબ પતળી હોય છે અને સારી પિક્ચર ક્વોલિટી માટે પ્રખ્યાત છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે કંપની લોન્ગ ડિસ્ટેંસ વાયરલેસ ચાર્જિંગવાળો iPhone લાવશે તેના માટે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે કંપની આ વર્ષે iPhone 7 લોન્ચ કરવાની છે જે એલ્યૂમિનિયમનો જ હશે. એટલે કે આ વર્ષે નહી પરંતુ આગામી વર્ષે તમે આઇફોનને એક નવા અવતારમાં લોન્ચ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફ્રાંસની એક વેબસાઇટ NowhereElseએ iPhoneની ડિઝાઇન પોસ્ટ કરી છે જેમાં તેની ડિઝાઇન હાલના આઇફોન જેવી જ છે પરંતુ તેમાં મેટલનાબદલે ગ્લાસ બેક યૂઝ કરવામાં આવ્યો છે.

You might also like