અેપલ અાગામી વર્ષે લોન્ચ કરી શકે છે ૫.૮ ઇંચ સ્ક્રીનવાળો અાઈફોન પ્રો

નવી દિલ્હી:  દર વર્ષે નવા અાઈફોનના લોન્ચિંગ પહેલાં અફવાઅોનું બજાર ગરમ રહેતું હોય છે, તેમાંથી કેટલીક અફવાઅો તેની વિશેષતાઓમાં બદલાઈ જતી હોય છે. કંપની સપ્ટેમ્બરમાં અાઈફોન ૭ લોન્ચ કરવાની તૈયારીમાં છે અને સમાચાર અાવી રહ્યા છે કે અાઈફોનમાં ૫.૮ ઇંચનો એમોલેડ સ્ક્રીન અાપવામાં અાવશે, જોકે અે વાત સ્પષ્ટ નથી કે તે અાઈફોન ૭માં અપાશે કે અાઈફોન ૮માં.

એક રિપોર્ટ મુજબ અેમોલેડ ડિસ્પ્લેવાળો અાઈફોન ૨૦૧૭ના અંતમાં કે ૨૦૧૮ની શરૂઅાતમાં લોન્ચ થઈ શકે છે. અા રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ પણ છે કે અા વર્ષે કંપની અાઈફોન ૭ પ્લસનાં બે મોડલ લોન્ચ કરશે.

બે અાઈફોનમાંથી એક સિંગલ લેન્સ કેમેરા સેટઅપ સાથે હશે, જ્યારે બીજો ડ્યુઅલ લેન્સ કેમેરા સાથે. ડ્યુઅલ લેન્સ કેમેરાવાળાને કંપની અાઈફોન પ્રો નામ અાપી શકે છે. અેપલ હાલમાં ૪, ૪.૭ અને ૫.૫ ઇંચના અાઈફોન વેચે છે. સૌથી મોટો અાઈફોન ૬એસ પ્લસ છે. કંપનીઅે અત્યાર સુધી કોઈ પણ અાઈફોનમાં અેમોલેડ ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો નથી. હાલમાં અા ડિસ્પ્લેનો ઉપયોગ ગેલેક્સી એસ ૭ અને અન્ય હાઈએન્ડ ફોનમાં કરવામાં અાવે છે. રિપોર્ટમાં એ વાત પણ સામે અાવી છે કે સેમસંગ પહેલી એવી કંપની હશે, જે અેપલને અેમોલેડ ડિસ્પ્લે અાપશે, સાથે એલજી ડિસ્પ્લે અને જાપાન ડિસ્પ્લે પણ અેપલને અા સ્ક્રીન ઉપલબ્ધ કરાવશે.

You might also like