ભારતમાં આજથી iPhone 7 અને iPhone 7 Plusનું વેચાણ શરૂ

એપલના બે નવા સ્માર્ટફોન iPhone 7 અને iPhone 7 Plusનું વેચાણ ભારતમાં આજે રાતે ૧૨ વાગ્યાથી શરું થઇ જશે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પહેલાથી જ તેના માટે લેડિંગ પેજ બનાવવામાં આવ્યા છે.

તેના માટે થોડાક દિવસ પહેલાથી જ એડવાન્સ બકિંગ શરૂ થઇ ગયું છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન તેની સાથે ડિસ્કાઉન્ટ પણ આપશે. ફ્લિપકાર્ટ પર સીટી બેંકના ક્રેડિટકાર્ડ દ્વારા આઈફોન ૭ ખરીદવા પર ૧૦,૦૦૦ રૂપિયાનો કેશબેક આપવામાં આવશે. તે સિવાય સ્ટેસ બેંકનાં ડેબિટ અને ક્રેડિટકાર્ડથી ખરીદવા પર ૧૦ ટકાની છૂટ મળશે.

ભારતમાં એપલ સ્ટોર તો નથી, પરંતુ અહિયાં તેના આધિકારિક સ્ટોર પર ૧૨ વાગ્યે રાતથી મળવાનું શરુ થઇ જશે. તે સિવાય એક્સચેન્જ ઓફર્સ પણ છે. જો તમારી પાસે જૂનો આઈફોન અથવા બીજો કોઈ સ્માર્ટફોન છે તો તેને એક્સચેન્જ કરીને ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારી પાસે આઈફોન 6S પ્લસ છે તો એક્સચેન્જ કરીને તમને ૩૨ GB વાળો આઈફોન ૭ ૩૫,૫૦૦ રૂપિયામાં જ મળી જશે.

જો તમારી પાસે ક્રેડિટકાર્ડ છે તો અહિયાં EMI ની સુવિધા આપવમાં આવી રહી છે. હાલમાં પ્રી બુકિંગની આ ઓફર માત્ર દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર માટે જ ઉપલબ્ધ છે. આઈફોન 6S એક્સચેન્જ કરીને આઈફોન ૭ પર ૨૧,૭૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જ્યારે આઈફોન ૬ ને એક્સચેન્જ કરવા માટે તમારે ૧૭,૯૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આઈફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં આઈફોન ૭ ની ડિસ્પ્લે સ્ક્રીન સાઈઝ 5.5 ઇંચ તથા આઈફોનની સ્ક્રીન 5.૮ ઇંચની હશે. આ ફોનને એલ્યુમિનિયમના બદલે ગ્લાસથી બનાવવામાં આવ્યો છે. ગ્લાસના કારણે આઈફોન 7S નું વજન 6S થી ઓછો હશે. આ હેન્ડસેટની સ્ક્રીનમાં અમોલેડ ટેકનીક આપવામાં આવશે.

એપલ આઈફોન ૭ તથા 7 પ્લસ બંનેમાં જ હેડફોન જેક આપવામાં આવ્યો નથી તેના બદલે વાયરલેસ એરપોડ આપવામાં આવ્યા છે. આ ફોન વાયરલેસ ચાર્જીંગની સુવિધાવાળો હશે. છેલ્લા આઈફોનની સરખામણીએ આઈફોન ૭ માં વધારે દમદાર બેટરી હશે. તેમજઆઈફોન 7S માં ૨૫૬ GB મેમરી વેરીયેંટ પણ આપવામાં આવશે.

You might also like