એપલની હેલ્પથી ટ્રેનની સ્પીડ ૬૦૦ Kmphની થશે?

નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે સરકારની નજર રેલગાડીઓની ગતિ વધારીને ૬૦૦ કિ.મી. પ્રતિકલાક કરવા પર છે. તેમણે જણાવ્યું કે આ માટે તેઓ એપલ જેવી વર્લ્ડ ટેક્નોલોજી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. રેલવે પ્રધાને જણાવ્યું કે નીતિ આયોગે બે સૌથી વ્યસ્ત દિલ્હી-મુંબઇ અને દિલ્હી-કોલકાતા રૂટ પર ગતિમાન એક્સપ્રેસની ગતિ વધારવા માટે ૧૮૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ઉદ્યોગ મંડળ એસોચેમના એક કાર્યક્રમમાં પ્રભુએ કહ્યું કે આ મંજૂરી સાથે ગતિમાન એક્સપ્રેસની રફતાર વધીને ર૦૦ કિમી પ્રતિકલાકથી વધુ થઇ જશે. તેમણે જણાવ્યું કે તમે ખુદ તેની કલ્પના કરી શકો છો, તેનાથી યાત્રાના સમયમાં કેટલી બચત થશે.

ભવિષ્યની યોજના જણાવતાં પ્રભુએ કહ્યું કે સરકારે ૬-૮ મહિના પહેલાં ટ્રેનની ગતિ ૬૦૦ કિમી પ્રતિકલાકથી વધુ કરવાની દિશામાં કામ કરવા માટે મોટી-મોટી કંપનીઓને બોલાવી હતી.

પ્રભુએ જણાવ્યું કે અમે એપલ જેવી કંપનીઓ સાથે પહેલાંથી વાતચીત કરી રહ્યા છીએ. દેશમાં ટેક્નોલોજી આયાત નહિ કરાય, પરંતુ અહીં તેનો વિકાસ કરાશે. તેમણે એમ પણ જણાવ્યું કે સુરક્ષા પણ મહત્ત્વપૂર્ણ ચિંતાનાે વિષય છે અને ભારતીય રેલવે એવા રેલવેના ડબ્બાના ઉપયોગની યોજના બનાવી રહ્યું છે, જે અલ્ટ્રાસોનિક ટેક્નોલોજી દ્વારા રેલવેમાં તોડફોડની માહિતી મેળવી શકે.
http://sambhaavnews.com/

You might also like