રાકેશ અસ્થાનાને CBIનાં ડાયરેક્ટર બનાવવા મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી

રાકેશ અસ્થાનાને CBIનાં ડાયરેક્ટર બનાવવા સામે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. NGO દ્વારા સુપ્રિમકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં રાકેશ અસ્થાનાને CBIનાં ડાયરેક્ટર બનાવવા સામે વાંધો દર્શાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ કેન્દ્ર સરકારે રાકેશ અસ્થાનાને CBIનાં સ્પેશિયલ ડાયરેક્ટર બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરનાં રાકેશ અસ્થાનાની CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. કેબિનેટની નિમણૂંક સમિતિએ દેશનાં 8 IPS ઓફિસરનાં પ્રમોશનને મંજૂરી આપી હતી. જેમાં ગુજરાત કેડરનાં એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાકેશ અસ્થાના 1984 બેચનાં ગુજરાત કેડરનાં IPS અધિકારી છે.

You might also like