સ્ટેશનથી ઘર સુધી પહોંચાડશે રેલવે, જાણો એપ આધારિત આ કેબ વિશે

નવી દિલ્હીઃ રેલવે હવે પોતાના મુસાફરોને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં જોડાયી છે. રેલવે સત્તાધિશ તેના માટે એપ આધારિત કેબનો સહારો લેવા જઇ રહ્યાં છે. રેલવે સ્ટેશન પર ઉતરનાર મુસાફર પોતાના નિશ્ચિત ઠેકાણે પહોંચી શકે તે માટે તેઓ હવે  કેબનો સહારો લઇ શકશે. તમામ રેલવે મંડળને આદેશ આપવામાં આવ્યો છે કે સ્ટેશનો પર કોન્ટ્રેક્ટ આઘારિત કેબ સંચાલકોને જરૂરી સુવિધા આપવામાં આવશે.

જો તમે એપના માધ્યમથી ટેક્સી બુક કરવી છે તો તમારે સામાન ઉચકવા કે પછી કોઇ કૂલીને  વધારે પૈસા આપવાની જરૂરત નહીં રહે. એપ આધારિત ટેક્સી મુસાફરો માટે સ્ટેશનના પાર્કિંગમાં હાજર રહેશે. રેલવે પોતાના પરિસરમાં જ તેમને જગ્યા આપશે. જેથી મુસાફરો આરામથી પોતાના ઘરે જઇ શકે. રેલવે મંત્રાલયનું માનવું છે કે એપ બેસડ કેપ સર્વિસને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

રેલવે વિભાગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રંજન પી ઠાકુરે કહ્યું છે કે રેલવેના તમામ ઝોનને પત્ર લખીને એપ આધારિત ટેક્સીવાળોને રેલવે સર્ક્યુલર પર ટેન્ડર નિકાળવાની સલાહ આપવામાં આવશે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે બેંગ્લોર રેલવે મંડળમાં તેને પ્રાયોગિક કરવામાં આવશે. મુસાફરોને તો તેનાથી ફાયદો થશે. સાથે જ રેલવેને પણ 51 કરોડ રૂપિયા મળશે. આ એપથી હવે રેલવે સ્ટેશનની બહાર કાળી પીળી ટેક્સીવાળાની મનમાની પર પ્રતિબંધ આવી જશે. મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને સરળતાથી પોતાના ઘરે જઇ શકશે.

http://sambhaavnews.com/

You might also like