સુવર્ણજયંતિ મહોત્સવની ઊજવણી

‘અપના બજાર’ના હુલામણા નામથી પ્રચલિત ધી અમદાવાદ કો.અો.ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ લિ.ના સુવર્ણ જયંતી મહોત્સવની ગત રવિવારે ઉજવણી કરવામાં અાવી હતી. દુલેશ્વર મહાદેવ, માઉન્ટ અાબુના મઠાધીશ શ્રી નારાયણગીરીઅે ઉદ્ઘાટક તરીકે હાજર રહીને દીપ પ્રાગટ્ય કર્યું હતું અને સંસ્થાને અાશીર્વચન અાપ્યા હતા. અા પ્રસંગે અતિથિવિશેષ તરીકે મેયર ગૌતમ શાહ હાજર રહ્યા હતા. ચેરમેન પરેશ દાણીઅે ૫૦ વર્ષની સફળ યાત્રા બદલ સંચાલકમંડળના સાથીઅો અને કર્મચારીઅોનો અાભાર માન્યો હતો. અા પ્રસંગે વાઈસ ચેરમેન જયંતીભાઈ પટેલ, જનરલ મેનેજર નિરંજન ત્રિપાઠી અને ગિરીશ દાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You might also like