એપેક્સ શેરનું ૧૫ ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ

અમદાવાદ: એપેક્સ ફ્રોઝન ફૂડના આઈપીઓનું આજે ૧૫ ટકાના પ્રિમિયમે લિસ્ટિંગ થયું હતું. કંપનીનો આઈપીઓ ૨૨ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટની વચ્ચે આવ્યો હતો. રૂ.૧૫૨ કરોડના આઈપીઓ માટે કંપનીએ રૂ.૧૭૧-૧૭૫ પ્રાઈસ બેન્ડ રાખી હતી. કંપનીએ રૂ.૧૭૫ના ઈશ્યૂ ભાવે શેર ઈશ્ય્ૂ કર્યો હતો, પરંતુ આજે શરૂઆતે ૧૫ ટકાના પ્રિમિયમે રૂ.૨૦૨ના મથાળે લિસ્ટિંગ થયો હતો. જોકે પાછળથી વધુ લેવાલી આવતા આ શેરનો ભાવ રૂ.૨૦૯ના મથાળે પહોંચી ગયેલો જોવા મળ્યો હતો.

દરમિયાન આ અગાઉ ૧૧ ઓગસ્ટે કો‌િચન ‌િશપયાર્ડ કંપનીના આઈપીઓનું લિસ્ટિંગ થયું હતું, જેમાં રોકાણકારોને હાલ ૨૨ ટકા રિટર્ન મળી રહ્યું છે. રૂ.૪૩૨ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો, જે શેરનો ભાવ રૂ.૫૩૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે, જ્યારે એસઆઈએસ કંપનીના આઈપીઓમાં હાલ રોકાણકારોને ૪.૭૧ ટકા નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે.

પ્રાઇમરી બજારના રોકાણકારોની નજર હવે બુધવારથી શરૂ થતા ભારત રોડ અને ડિક્શન ટેકનોલોજીના આઈપીઓ પર ટકેલી છે. ગ્રે માર્કેટમાં પણ આ આઈપીઓ અંગે નિરુત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

You might also like