અોગસ્ટા વેસ્ટલેન્ડ મામલે કેગના અધિકારી સામે આક્ષેપ

નવી દિલ્હી:ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના લાંચ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે કેગના અધિકારી શશીકાંત શર્મા પર ઈશારાથી આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તમે આ કેસમાં ડીજી અને પ્રોક્યોરમેન્ટની પૂછપરછ કરી છે ? જોકે તેમણે આક્ષેપમાં કોઈનું નામ આપ્યું ન હતું.
લોકસભામાં ચર્ચા દરમિયાન સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર સાથે ચર્ચા કરતાં પ.બંગાળના દમદમના સાંસદ રાયે જણાવ્યું હતું કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે છેલ્લા દોઢ વર્ષમાં ભ્રષ્ટાચાર અંગે કેવી કાર્યવાહી કરવામાં આવી છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે અેનડીઅે સરકાર ભ્રષ્ટાચાર અંગે ભારે કાગારોળ કરે છે. પરંતુ તેને નાથવાની દિશામાં કોઈ ચોકકસ પગલાં લેતી નથી.
તેમણે સંરક્ષણ પ્રધાનને સવાલ કરતાં જણાવ્યું હતું કે તમારા કહેવા મુજબ આ કેસમાં ૧૨૪ કરોડની લાંચ આપવામાં આવી છે. ત્યારે તમારી સરકારે બે વર્ષમાં કેવાં પગલાં લીધાં અને સીબીઆઈઅે આ કેસમાં શું કર્યુ? જો આ કેસમાં લાંચ આપવામાં આવી હોય તો તેની તમારે વસુલાત કરવી જોઈતી હતી. શર્મા ૨૦૦૭ થી ૨૦૧૦ દરમિયાન સંરક્ષણ મંત્રાલયમાં ડીજી અેકિવઝિશનના પદ પર ફરજ બજાવતા હતા. રાયે ભૂલથી તેમને ડીજી પ્રોકયોરમેેન્ટ ગણાવ્યા હતા. આ કેસમાં કથિત રીતે શર્માનું નામ અને તેમના હોદ્દાને ઉલ્લેખ તે યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે જે યાદી આ સોદાના દલાલ ક્રિશ્વિયન મિશેલે ઈટાલીની અદાલતને સોંપી હતી.
આ અંગે ભાજપના સભ્ય નિશિકાંત દૂબેઅે પણ કેગ સહિત કેટલાંક અન્ય લોકોનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આવા લોકો હજુ પણ બંંધારણીય પદ પર કાર્યરત છે. તેમણે જણાવ્યુ કે જ્યારે સુષમા સ્વરાજ વિપક્ષના નેતા હતાં ત્યારે તેમણે અેક પૂર્વ પોલીસ અધિકારીની રાષ્ટ્રીય માનવાધિકાર પંચમાં નિમણૂકનો વિરોધ કર્યો હતો. ૧૯૭૬ની બેચના આઈઅેએસ અધિકારી શર્મા ૨૦૦૩માં સંરક્ષણ મંત્રાલયમાં સંયુકત સચિવ બન્યા હતા. ભાજપના સૂત્રોઅે ૨૦૧૩-૧૪માં આક્ષેપ કર્યો હતો કે શર્મા ૨૦૦૭માં અેકિવઝિશન બની ગયા હતા. અને વિવાદાસ્પદ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદ પ્રક્રિયા સંભા‍ળતા હતા. શર્મા ૨૦૧૦ સુધી આ પદ પર રહ્યા હતા અને ફરી ૨૦૧૧માં સરંક્ષણ સચિવ બન્યા હતા. જયારે મે ૨૦૧૩માં ભાજપે શર્માની કેગમાં નિમણૂક કરવાનો વિરોધ કર્યો હતો. ત્યાં સુધી કે ભાજપના અેક જૂથે કેગના હકને મુદો બનાવ્યો હતો. ભાજપના અેક સાંસદે જણાવ્યું હતું કે અમે બદલો નથી લેતા પરંતુ દેશ અને ન્યાયના હિત માટે આ બાબત જરૂરી છે.

You might also like