દિવાળીએ મુસ્લિમ મહિલાઓએ ઉતારી રામની આરતી : દારૂલ ઉલુમે કહ્યુ તેઓ મુસ્લિમ નહી

નવી દિલ્હી : દિવાળી પ્રસંગે વારાણસીમાં ભગવાન રામની આરતી કરનારા મુસ્લિમ મહિલાઓનાં મુદ્દે દારૂલ ઉલુમનાં એક ઉલેમાએ વિચિત્ર નિવેદન આપ્યું છે. ઉલેમાએ કહ્યું કે અલ્લાહ સિવાય કોઇ પણની પુજા અર્ચના કરનારા મુસ્લિમ નથી રહેતા. ઉલ્લેખનીય છે કે યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 18 ઓક્ટોબરે અયોધ્યાનામાં દિવાળી ઉત્સવનું આયોજન કર્યું હતું. આ જ દિવસે મુસ્લિમ મહિલાઓનાં એક જુથે વારાણસીમાં ભગવાન રામની પુજા અર્ચના કરી હતી.

રામની આરતી કરનારા મુસ્લિમ મહિલાઓનાં જુથનાં નેતા નાજનીન અંસારીએ કહ્યું કે, અયોધ્યામાં અમારી જિયારતગાહનું નામ ઇમામ એ હિંદ શ્રીરામ હિન્દુ મુસ્લિમ સંસ્કૃતી ભાઇચારામાં વિશ્વાસ રાખનાર નાજનીને કહ્યું કે આવા તહેવારોથી સામાજિક એકતા અને ભાઇચારો વધે છે. શ્રીરામ અમારા પુર્વજ છે. અમે અમારૂ નામ અને ધર્મ બદલી શકીએ છીએ પરંતુ અમારા પુર્વજોને કઇ રીતે બદલી શકીએ.

આશ્ચર્ય વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ભગવાન શ્રી રામની ગાથા ગાવાથી માત્ર હિંદુ અને મુસ્લિમો વચ્ચે પ્રેમ અને સદ્ભાવ વધે છે પરંતુ તે ઇસ્લામની ઉદારતા પણ દેખાડે છે. ઉકુલગંજની વરૂણાનગરમ કોલોનીમાં નાજનીનની આગેવાનીમાં મહિલાઓનાં જુથે આરતીનાં થાળ સાતે ભગવાન રામની આરતી કરી અને હનુમાન ચાલીસાનાં પાઠ પણ કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાન દ્વારા સામાજીક સૌહાર્દ માટે કરવામાં આવ્યું હતું.

You might also like