ભારત પરત ફર્યા બાદ વિરાટ સાથે સંય વિતાવતી દેખાઈ અનુષ્કા શર્મા!

USથી ‘ઝીરો’નું શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી અનુષ્કા શર્મા ભારત પરત ફરી છે. આજ કાલ, તે મુંબઈમાં પતિ વિરાટ કોહલી અને ડોગી ડૂડ સાથે સમય પસાર કરી રહે છે. અનુષ્કા અને વિરાટ બંનેએ તેમના Instagram એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં બંને તેમના કુતરા સાથે રમી રહ્યા છે.

અગાઉ, વિરાટે જિમનો એક વીડિયો શેર કર્યો હતો, જ્યાં અનુષ્કા પણ કાર્ડિયો કરતા જોવા મળી હતી. લગ્ન કર્યા પછી, આ બંને સાથે થોડો સમય પસાર કરતા દેખાતા રહે છે. વિરાટ ક્રિકેટના કારણે અને અનુષ્કા તેની શૂટિંગને કારણે વ્યસ્ત રહે છે.

બંનેએ ગત વર્ષે 11 ડિસેમ્બરના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી, અનુષ્કા વિરાટ સાથે દક્ષિણ આફ્રિકા ગઈ હતી, જ્યાં તેની મેચ હતી.

ત્યારબાદ, તે નવા વર્ષમાં ‘ઝીરો’ની શૂટીંગ કરવા મુંબઈ પરત ફરી હતી. ત્યારબાદ વિરાટ IPL રમવા ગયો અને અનૂષ્કા ‘સુઈ થાગા’ની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ હતી.

 

Training together makes it even better! ♥️♥️♥️ @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on

અનુષ્કા પાસે હાલ ત્રણ ફિલ્મો છે, ‘સંજુ’, ‘ઝીરો’ અને ‘સુઈ થાગા’. સંજુ 29મી જૂને રિલીઝ કરવામાં આવશે.

You might also like