અનુષ્કા શર્માથી તેના પાડોશી પરેશાન થયા, બીએમસીમાં ફરિયાદ કરી

મુંબઈ: બોલિવૂડની બોક્સ અોફિસ ક્વીન અનુષ્કા શર્માથી તેના પાડોશીઅોને પણ પરેશાની છે. વરસોવાના બદરીનાથ ટાવરનો ૨૦મો ફ્લોર અનુષ્કાનો છે, જ્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે. અનુષ્કા પર તેના બિલ્ડિંગના પૂર્વ સેક્રેટરીઅે અાક્ષેપ કર્યો છે કે તેણે પેસેજના રસ્તામાં ગેરકાયદે ઇલે‌િક્ટ્રક જંક્શન બોક્સ લગાવ્યું છે. બીએમસીને લખેલી ચિઠ્ઠીમાં સુનીલ બત્રા નામની વ્યક્તિનો અાક્ષેપ છે કે માત્ર ગેરકાયદે ઇલે‌િક્ટ્રક જંક્શન બોક્સ બોલિવૂડ અભિનેત્રીઅે લગાવ્યું એટલું જ નહીં, તેણે બિ‌િલ્ડંગના ઘણા નિયમ તોડ્યા છે.

અા અંગે તાજેતરમાં બીએમસીઅે અનુષ્કા શર્માને પત્ર લખ્યો છે. અનુષ્કા શર્માના પ્રવક્તાઅે જણાવ્યું કે ઇલે‌િક્ટ્રક બોક્સ તમામ નિયમનું પાલન કરતાં અને જરૂરી અનુમતિ અાપ્યા બાદ જ લગાવાયું છે. ફરિયાદ કરનાર બત્રા બિ‌િલ્ડંગમાં ૧૬મા અને ૧૭મા માળના માલિક છે. તેમનું કહેવું છે કે પહેલાં તેમણે ઇલે‌િક્ટ્રક બોક્સ અંગે ફાયર બ્રિગેડને સૂચના અાપી. ત્યારબાદ તેમણે બીએમસીમાં તેની ફરિયાદ કરી.

બત્રાનું કહેવું છે કે બીએમસી અધિકારીઅોઅે અાવી તેની તપાસ કરી અને ઇલે‌િક્ટ્રક બોક્સને ગેરકાયદે માન્યું.
પોતાની વાતના સમર્થનમાં ફરિયાદી બત્રાઅે બીએમસીના બિ‌િલ્ડંગ એન્ડ ફેક્ટરી વિભાગના બોર્ડના અાસિસ્ટન્ટ એન્જિ‌િનયર દ્વારા લખાયેલા પત્રને પણ દર્શાવ્યો છે. પત્ર મુજબ ફ્લેટ નંબર ૨૦૦૧ અને ૨૦૦૨ના માલિક દ્વારા કોમન પેસેજમાં ઇલે‌િક્ટ્રક બોક્સ લગાવવું સંપૂર્ણ રીતે વાંધાજનક છે. ફ્લેટ માલિકને અાદેશ અાપવામાં અાવે છે કે તાત્કાલિક ત્યાંથી ઇલે‌િક્ટ્રક બોક્સને હટાવવામાં અાવે. ઇલે‌િક્ટ્રક બોક્સ નહીં હટાવાતાં અેમએમસી નિયમો હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં અાવે. બત્રાનું કહેવું છે કે અા પત્ર ૬ અેપ્રિલના રોજ જારી કરાયો હતો.

ફરિયાદી બત્રાઅે અનુષ્કા શર્મા પર અન્ય અારોપ પણ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે બોલિવૂડ અભિનેત્રીના પરિવારે પેસેજના રસ્તામાં જ એક લાકડાનું કબાટ પણ લગાવ્યું છે. તેનું અેસી પણ બહાર તરફ લગાવ્યું છે, જેના કારણે દીવાલમાં અત્યારથી જ તિરાડ પડી ગઈ છે. બહારના ભાગની દીવાલો અાટલો ભાર સહન કરી શકતી નથી. બત્રાઅે કહ્યું કે સોસાયટીની મેનેજિંગ કમિટી અનુષ્કાના પક્ષમાં છે. તેથી મેં તેમને ફરિયાદ ન કરી.

http://sambhaavnews.com/

You might also like