અનુષ્કા સાથે ઈંગલેન્ડમાં સમય વિતાવી રહ્યો છે કેપ્ટન વિરાટ કોહલી…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ દિવસો ઇંગ્લેન્ડમાં છે. વિરાટ ત્યાં રમવા ગયો છે અને અનુષ્કાને તેની સાથે સમય પસાર કરી રહી છે. વિરાટ અને અનુષ્કા બંને સાથે સમય વિતાવી રહ્યા છે. બંને પોતાના સોશ્યિલ મીડિયા પર પણ ફોટો શેર કરી રહ્યાં છે.

વિરાટ અને અનુષ્કા શિખર ધવનના પરિવાર સાથે બહારના ફરવા નિકળ્યા હતા. શિખરે ટ્વિટર પર તેની અને તેના પરિવાર સાથેનો એક ફોટો શેર કર્યો હતો.

વિરાટે પણ અનુષ્કા સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બંને કારમાં બેઠા હતા.

ઇંગ્લેન્ડ જતા પહેલાં, અનુષ્કાએ ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’ નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. વરુણ ધવન સાથે તે ‘સુઈ ધાગા’ માં દેખાશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2018ના રોજ રિલીઝ કરવામાં આવશે. શાહરુખ ખાન અને કેટરિના કૈફ ઝિરોમાં તેની સાથે દેખાશે. આ ત્રણેવ છેલ્લે ‘જબ તક હૈ જાન’ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 21 ડિસેમ્બર, 2018ના રોજ રિલીઝ કરવામાં આવશે.

You might also like