જ્યારે WIFE અનુષ્કા શર્મા બની RCBની ચિયર લીડર ત્યારે 10 વિકેટથી જીત્યો કોહલી

અનુષ્કા શર્મા હાલમાં શાહરૂખ ખાનની સાથે ‘ઝીરો’ની શૂટિંગ માટે યૂએસમાં છે .ભારતથી એટલા દૂર હોવા છતા તેનું મન અહીંયા જ છે. તે હાલમાં અમેરિકા હોવાના કારણે કોહલીની ટીમને ચિયર કરવા માટે ભારત આવી શકે તેમ નથી, પરંતુ યુએસથી જ પતિને ચિયર કરી રહી છે.

અનુષ્કાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફોટોઝ શૅર કરી છે. આ ફોટોમાં તેણે જે ટીશર્ટ પહેર્યુ છે, તેની પાછળ વિરાટ કોહલીનું નામ લખેલું છે. તેણે આ પોસ્ટને કેપ્શન આપ્યુ છે, ‘કમ ઑન ગાઇઝ’. જણાવી દઇએ કે, પંજાબ અને વિરાટની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ સોમવારે હતી, અનુષ્કા હંમેશા પોતાના પતિ વિરાટ અને તેની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સપોર્ટ કરતી રહે છે.

 

Come on boys❤🏏🎈

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા લગભગ દોઢ મહિના સુધી યૂએસમાં ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મમાં કેટરિના કૈફ પણ છે. આ ફિલ્મને આનંદ એલ. રાય ડિરેક્ટ કરી રહ્યા છે. તો ફિલ્મમાં શાહરૂખ પણ ઠીંગુજી રોલમાં છે.

તમને જણાવી દઈએ કે અનુષ્કા વેઝિટેરિયન બની ગઈ છે અને આથી જ તે યુએસમાં શેફ લઈને ગઈ છે, જે તેના માટે વેઝિટેરિયન ફૂડ બનાવે છે. જાણકારી મુજબ અનુષ્કા સાઈન્ટિસ્ટના પાત્રમાં છે. તેની સ્કીનને એક ખાસ લૂક આપવામાં આવ્યો છે. અનુષ્કાને શેડ્યૂલ પહેલા પોતાની સ્કીન બદલવામાં બે દિવસનો સમય લાગે છે. તેના મેકઓવરમાં કુલ પાંચ કલાક થાય છે.

જોકે હાલમાં ફિલ્મના ડિરેક્ટર અને મેકર અનુષ્કાના રોલને સિક્રેટ રાખ્યો છે, આ માટે સેટ પર વેનિટી વેન એવી જગ્યાએ ઉભી રાખવામાં આવી છે, જ્યાંથી સરળતાથી તે સેટ પર જઇ શકે અને આવી શકે. અનુષ્કા શર્માને મોબાઇલ ફોન પણ વાપરવાની છૂટ આપવામાં આવી નથી.

You might also like