પતિ વિરાટને મળવા ઈંગલેન્ડ પહોંચી અનુષ્કા, ટીમ બસમાં સાથે દેખાયા

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ત્રણ મેચની શ્રેણીની બીજી મેચ માટે કાર્ડિફ પહોંચી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી 20 મેચ જુલાઈ 6 ના રોજ રમવામાં આવશે.

આ મેચ માટે ટીમ ઈન્ડિયાની બસ, જ્યારે હોટેલ પહોંચતી હતી, ત્યારે ચાહકો માટે એક આશ્ચર્યજનક બાબત બની હતી. વિરાટ સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ બસમાં ઉપસ્થિત હતી.

જ્યારે ઈંગલેંડ પ્રવાસ માટે ભારતીય ટીમ લંડન રવાના થઈ હતી ત્યારે અનુષ્કા ટીમ સાથે ત્યાં ન હતી. આયર્લેન્ડ સામે 2 ટ્વેન્ટી -20 મેચની શ્રેણીમાં અનુષ્કા ક્યાય દેખાઈ ન હતી.

મેન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ પતે ત્યાં સુધી અનુષ્કા ત્યાં પહોંચી ગઈ હતી. હવે તે બીજી ટી -20 મેચમાં ટીમ સાથે આનંદ માણી રહી છે.

વિરાટ અને અનુષ્કા લગ્ન પછી તેમના કામમાં ખૂબ વ્યસ્ત થઈ ગયા હતા. અનુષ્કા ‘ઝીરો’ અને ‘સુઈ થાગા’ની શૂટિંગમાં વ્યસ્ત રહી હતી, અને વિરાટ સતત ક્રિકેટ રમી રહ્યો હતો.

 

@virat.kohli & @anushkasharma reached Cardiff ❤❤ #viratkohli #anushkasharma #virushka

A post shared by Sara (@virushka_folyf) on

You might also like