અનુષ્કા અભિનેત્રી-પ્રોડ્યૂૂસર એમ બંને કામને એન્જોય કરે છે

અનુષ્કા શર્માએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં ખાસ મુકામ બનાવી લીધો છે. તે સારાં પાત્ર તો કરી જ રહી છે, પરંતુ ફિલ્મ નિર્માત્રી બનીને તેણે સાબિત કરી દીધું છે કે મનમાં વિશ્વાસ અને ઝનૂન હોય તો કોઇ પણ કામ કરવું મુશ્કેલ નથી. એક્ટિંગ અને પ્રોડક્શન બંને જવાબદારી ભરેલાં કામ છે.

શું ક્યારેય તેમાં અનુષ્કા બોર થાય છે? આ સવાલના જવાબમાં તે કહે છે કે આ બંને એકદમ અલગ અલગ ઝોનર અને અલગ જવાબદારીવાળાં કામ છે. બંનેનું પોતાનું એક અલગ જ ઉત્તરદા‌િયત્વ હોય છે. બંને કામ ક્રિયેટિવ છે, પરંતુ બંનેની જવાબદારી એકદમ અલગ છે. અનુષ્કા બંને કામને ખૂબ જ એન્જોય કરે છે.

એક પ્રોડ્યૂસર તરીકે પોતાના પ્લાનિંગ અંગે વાત કરતાં તે કહે છે કે હું મારા બેનર હેઠળ સતત અલગ અલગ પ્રકારની ફિલ્મ બનાવી રહી છું. નવી ટેલેન્ટને મોકો આપી રહી છું. હું એકલી નથી. મારો ભાઇ કરણેશ મારી સાથે છે. હું મારા પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં જાતે જ કામ કરવામાં વિશ્વાસ રાખું છું. મારે મારી ફિલ્મોમાં એક લેવલ જાળવી રાખવાનું હોય છે અને કોમર્શિયલ એંગલ પણ જોવાનો હોય છે.

અનુષ્કાની ફિલ્મ ‘સૂઇ ધાગા’ની પણ ખૂબ જ ચર્ચાઓ છે. તે કહે છે કે આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનની થીમ પર બની રહી છે. ફિલ્મમાં મારા પાત્રનું નામ મમતા છે. કરણના પાત્રનું નામ મૌજી છે. ‘દમ લગા કે હઇશા’ ફિલ્મ ડિરેક્ટર શરત કટારિયાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મની કહાણી પણ શરતે લખી છે. ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થશે.

You might also like