પાકિસ્તાનની હાર સાથે ચમક્યો વિરાટનો સિતારો : અનુષ્કાએ પણ કર્યો મેસેજ

મુંબઇ : વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ભારતને વિજય અપાવ્યા બાદ હવે તે ફરીથી એકવાર લોકોનાં હૃદયમાં પોતાનું સ્થાન મજબુત કરી દીધું છે. જો કે લોકોની સાથે સાથે અનુષ્કાનાં દિલમાં પણ વિરાટને ફરી એન્ટ્રી મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર કોલકાતામાં પાકિસ્તાન વિરુદ્ધની મેચ જીત્યા બાદ અનુષ્કાએ વિરાટ કોહલીને શુભેચ્છાઓ આપી હતી. અહેવાલો અનુસાર પાકિસ્તાન વિરુદ્ધની મેચ જીત્યા બાદ અનુષ્કા શર્માએ વિરાટને મેસેજ મોકલ્યા હતા. તેને વિરાટ કોહલીને શાનદાર ઇનિંગ અને ટીમને પાકિસ્તાન વિરુદ્ધ જીતની શુભેચ્છા આપી હતી.

અગાઉ એશિયા કપમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ જીત્યા બાદ અનુષ્કાએ વિરાટ કોહલીને ફોન કરીને શુભેચ્છાઓ આપી હતી. હાલ સુત્રોનાં હવાલેથી સમાચાર આવી રહ્યા હતા કેનુષ્કાનો ભાઇ વિરાટ કોહલી સાથે તેનો પેચઅપ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિરાટ કોહલીએ અનુષ્કાની ફિલ્મ બોમ્બે વેલ્વેટ ફિલ્મમાં આશેર 40 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 120 કરોડનાં બજેટવાળી આ ફિલ્મની માત્ર 24 કરોડ રૂપિયાની જ કમાણી થઇ હતી.

ફિલ્મ ફ્લોપ જવાનાં કારણે વિરાટનાં પૈસા ડુબી ગયા હતા. આ પૈસા મુદ્દે વિરાટે અનુષ્કા સાથે વાતચીત કરી હતી. જો કે વિરાટે પૈસાની વાત કરતા અનુષ્કા નારાજ થઇ ગઇ હતી. જેનાં કારણે બંન્ને વચ્ચે ઝગડો થઇ ગયો હતો અને સંબંધોનો અંત આવ્યો હતો. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતા પહેલા જ વિરાટે અનુષ્કા સાથે સમય પસાર કરવા માટે બીસીસીઆઇ પાસે ફેબ્રુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરીઝમાં રજા માંગી હતી. ઓસ્ટ્રેલિયા જા પહેલા જ વિરાટ અને અનુષ્કાનું બ્રેકઅપ થયું હતું, જો કે તેમ છતા પણ કોહલીએ પોતાની રજાઓ યથાવત્ત રાખી હતી.

You might also like