પર્સનલ લાઇફને લઇ મીડિયા પર ભડકી અનુષ્કા શર્મા, ટ્વિટર પર આપ્યો પ્રત્યુત્તર

અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં લગ્ન સમાચારોમાં ભારે ચર્ચાસ્પદ રહ્યાં હતાં. તે બંનેએ ઈટલીમાં ગુપ્ત લગ્ન કર્યા હતાં. જો કે હાલમાં આ દિવસોમાં અનુષ્કા વરૂણ ધવનની ફિલ્મ ‘સુઈ ધાગા’ની શૂટિંગમાં વ્યસ્ત છે.

જો અનુષ્કાનાં અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો ઘણી વાર એવું જોવા મળે છે કે તે પોતાનું અંગત જીવન મીડિયાથી દૂર રાખે છે પરંતુ એક ઘટનામાં શાંત દેખાતી અનુષ્કા જરા ભડકી ઉઠી છે.

તાજેતરમાં જ અનુષ્કાએ એક જાણીતા અખબારમાં પોતાનું ખોટું ઇન્ટરવ્યુ જોતા તે આશ્ચર્યચકિત થઇ ગઇ. અનુષ્કાએ ટ્વિટમાં એવું લખ્યું છે કે,”હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે ‘EI સમય’ને મેં ક્યારેય મારા અંગત જીવન વિશે કોઈ જ ઇન્ટરવ્યૂ આપ્યું નથી અને મેં કોઈ પણ વ્યક્તિને મારા અંગત જીવન સંબંધિત કોઈ ઇન્ટરવ્યુ ક્યારેય આપ્યું નથી.”

ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ આ ટ્વિટ સાથે જે ન્યૂઝપેપરમાં જે પેજ પર તેનાં સમાચાર આવ્યાં છે તેનો ફોટો પણ મોકલ્યો છે. તાજેતરમાં જ આવેલ અનુષ્કાની ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ભારે ધમાલ મચાવી છે. આ ઉપરાંત અનુષ્કા ફિલ્મ ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’નાં શૂટિંગમાં પણ વ્યસ્ત છે. અનુષ્કાની આ બંને ફિલ્મો આ વર્ષે રિલીઝ થવા જઇ રહી છે.

You might also like