ફિલ્મો જોવાનો સમય નથીઃ અનુષ્કા શર્મા

છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન અનુષ્કા શર્માએ તેના અભિનય નહીં, પરંતુ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પણ સફળતા મેળવી છે. તેણે ઘણી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે હાલમાં ખૂબ જ વ્યસ્ત અભિનેત્રી છે. તે કહે છે કે હું ફિલ્મોનો આનંદ લેવામાં વિશ્વાસ રાખું છું. ઘણા સમયથી મને ફિલ્મ જોવાનો સમય મળ્યો નથી. મને એ યાદ પણ નથી કે છેલ્લે ક્યારે મેં શાંતિથી બેસીને આખી ફિલ્મ જોઇ હતી. મને કદાચ વરદાન મળ્યું છે, પરંતુ કોઇ પણ વસ્તુ મને સરળતાથી ગમી જાય છે. હું એવા સમયમાં કામ કરીને ખૂબ જ ખુશ છું, જ્યાં પ્રતિભાઓની કોઇ કમી નથી. કંઇક ને કંઇક એવું બનતું રહે છે,
જે તમને પ્રેરણા આપે છે. આ ખૂબ જ એક્સાઇટિંગ સમય છે. હજુ તો મેં માત્ર શરૂઆત કરી છે.

અનુષ્કા ખુદને નિર્દેશનને લાયક સમજતી નથી.
તે કહે છે કે હું ખરેખર નિર્દેશનને લાયક નથી. હું લેખનમાં જરૂર હાથ અજમાવીશ, કેમ કે મને તેમાં રસ છે. જ્યાં સુધી ડિરેક્શનની વાત આવે છે તો હું માનું છું કે તે મારી કાબેલિયત બહારનું છે. અનુષ્કા કહે છે કે મને આજ સુધી ક્યારેય એવું લાગ્યું નથી કે મેં ખૂબ જ સારું કામ કર્યું છે કે કોઇએ મારી પીઠ થપથપાવવી પડે. હું પણ જ્યારે મારી ફિલ્મો જોઉં ત્યારે અનુભવાય છે કે હું કેટલી અલગ અલગ રીતે રોલ કરી લઉં છું. બાકી મને ક્યારેય મારા કામનું અભિમાન થતું નથી. •
http://sambhaavnews.com/

You might also like