સંતોષ મેળવવો નથીઃ અનુષ્કા શર્મા

છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન અનુષ્કા શર્માએ અભિનય, પરંતુ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં સફળતા મેળવી છે. તેના ખાતામાં ‘પીકે’, ‘સુલતાન’ અને ‘અય દિલ હૈ મુશ્કિલ’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો જોડાઇ તો ‘એનએચ-૧૦’ સાથે તેણે નિર્માત્રી તરીકે પણ દમ દેખાડી દીધો. ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે તેના સંબંધોને લઇને તે ચર્ચામાં રહી હતી. તે હંમેશાં પોતાના પર્સનલ સવાલોનો જવાબ આપવાનો ઇનકાર કરે છે. તે પોતાની ફિલ્મી કારકિર્દી અંગે ખૂલીને વાત કરે છે. તાજેતરમાં તેણે ‘ફિલ્લૌરી’ ફિલ્મનું પણ નિર્માણ કર્યું.

અનુષ્કા કહે છે કે ‘એનએચ-૧૦’ ફિલ્મ બાદ દર્શકોની અપેક્ષા મારા પર ખૂબ જ વધી ગઇ છે. અનુષ્કાની સાથે તેનો ભાઇ કરણેશ પણ પ્રોડક્શન હાઉસ સંભાળી રહ્યાો છે. તે કહે છે કે અમે બંને ભેગાં થઇને જ્યારે કોઇ કહાણી સાંભળીએ ત્યારે અમને લાગે છે કે તેમાં દમ છે કે નહીં અને શું દર્શકો તે કહાણી પર બનેલી ફિલ્મ પરથી પ્રભાવિત થશે કે નહીં. આ બધા માપદંડ બાદ અમે ફિલ્મ નિર્માણ કરવાનું વિચારીએ છીએ.

‘ફિલ્લૌરી’ ફિલ્મ ભલે દર્શકોએ ન આવકારી હોય, પરંતુ અનુષ્કાને તે ફિલ્મ કરીને ખૂબ જ મજા આવી. તે કહે છે કે મારા માટે તે એક કઠિન રોલ હતો. શૂટિંગમાં મોટા ભાગે મારે હવામાં લટકીને રહેવું પડતું. મારે આ ફિલ્મ માટે મારા લુકને ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડી. અનુષ્કાનો દાવો છે કે તે ક્યારેય કોઇ વસ્તુથી સંતુષ્ટ થતી નથી. થોડા સમય પહેલાં તેણે બે મોટી હિટ ફિલ્મો ‘સુલતાન’ અને ‘અય દિલ હૈ મુશ્કિલ’ આપી. તે ખુશ તો છે પણ તેની ભૂખ વધી છે. તે કહે છે કે સાચું કહું તો આ બાબતે મને સંતોષ ક્યારેય નહીં થાય. હું ખુદને એવી લક્ઝરી આપતી નથી, કેમ કે મને જાણ થશે કે મને સંતોષ થયો છે ત્યારે હું બેદરકાર બની જઇશ. •
http://sambhaavnews.com/

You might also like