કંઈક નવું કરવાની ભૂખ હતીઃ અનુષ્કા

અનુષ્કા શર્મા બોલિવૂડની લકી અભિનેત્રી ગણાય છે. કરિયરની શરૂઆતથી અત્યાર સુધી તેની કરિયરનો ગ્રાફ ક્યારેય નીચે ગયો નથી. તેણે તાજેતરમાં જે પ્રકારની ફિલ્મો કરી તે તેને એક જાગ્રત નાગરિક સાબિત કરે છે. તે કહે છે કે હું બાળપણથી જ એવી છું.

હું હંમેશાં જાગ્રત થઈને મારું કામ કરું છું. ફિલ્મોમાં પ્રારંભિક સફળતા બાદ મને એક જ પ્રકારના રોલ મળ્યા. મેં ભલે તે રોલ કરી લીધા, પરંતુ મારામાં કંઇક અલગ કરવાની ભૂખ હતી. શું અનુષ્કા માટે ફિલ્મો માત્ર પૈસા, પ્રસિદ્ધિ અને ભવિષ્યને સુરક્ષિત કરવાનું માધ્યમ છે? આ સવાલના જવાબમાં તે કહે છે કે જ્ઞાન મેળવવાની મારી જિજ્ઞાસા શાશ્વત છે. મારામાં દરેક સમયે કંઇક નવું શીખવાની રુચિ હોય છે, તેનાથી જિંદગી પ્રત્યેની મારી સમજ વધે છે. એક વ્યક્તિ તરીકે મારો વિકાસ થાય છે. જીવનની સમજ યોગ્ય રીતે નહીં હોય તો તમામ ઉપલબ્ધિઓ નકામી ગણાશે.

બોલિવૂડમાં હવે અભિનેત્રીઓ માટે સારો સમય આવી ચૂક્યો છે. અનુષ્કા કહે છે કે છેલ્લા ઘણા સમયથી મહિલા પ્રધાન ફિલ્મો આવી રહી છે. આ ખૂબ જ સારો સમય છે. અમારા માટે આ સકારાત્મક બાબત છે, પરંતુ ફિલ્મ સફળ થશે તો જ તમે આગળ વધી શકશો. હવે અભિનેત્રીઓને ધ્યાનમાં રાખીને પાત્ર લખાઇ રહ્યાં છે એ સાંભળીને ખરેખર સંતોષ મળે છે કે બોલિવૂડ સાથે જોડાયેલા લોકો હવે મારા પર ભરોસો કરવા લાગ્યા છે. હવે હું એક ભરોસાપાત્ર અભિનેત્રી બની છું. મારી યાત્રા મુશ્કેલભરી અને થકવી દે તેવી હતી, પરંતુ હવે હું સંતુષ્ટ છું. •
http://sambhaavnews.com/

You might also like