અનુષ્કાને ફરી મોટી તક મળી

અનુષ્કા શર્માને અેક વાર ફરી મોટી તક મળી છે. પોતાની નવી ફિલ્મની તૈયારીમાં લાગેલી અનુષ્કા એક વાર ફરી શાહરુખ ખાન સાથે જોવા મળશે. ઉલ્લેખનીય છે કે તેની છેલ્લી ફિલ્મ ‘સુલતાન’એ ૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરી હતી. અનુષ્કાઅે સુપરસ્ટાર શાહરુખ સાથે ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેની અા નવી ફિલ્મનું નિર્દેશન ઇ‌િમ્તયાઝ અલી કરશે, જેમાં તે એક વાર ફરી બોલિવૂડના બાદશાહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

અનુષ્કાઅે થોડા દિવસ પહેલાં જ ટ્વિટર પર લખ્યું હતું કે નવી ફિલ્મની સ્ટોરી અને સૌથી સારો સાથી તૈયાર છે. અદ્ભુત લાગણી થાય છે. ફિલ્મમાં શાહરુખ અને અનુષ્કાના પાત્રનો ખુલાસો થવાનો હજુ બાકી છે. અનુષ્કાની બે ફિલ્મોઅે ૩૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. તેની અામિર ખાન સાથેની પહેલી ફિલ્મ ‘પીકે’અે ૩૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરી હતી જ્યારે બીજી ફિલ્મ સલમાન ખાન સાથેની ‘સુલતાન’ હતી, જેણે કરોડોની ક્લબમાં એન્ટ્રી મેળવી. થોડા દિવસ પહેલાં અનુષ્કાને પૂછવામાં અાવ્યું કે તે ક્યારે લગ્ન કરશે.

અા બાબતે તેણે ખૂલીને જવાબ અાપ્યો કે હું એક એક્ટર ભલે હોઉં, પરંતુ મને એક સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવવી ગમે છે. હું હંમેશાં સિમ્પલ લાઈફ મેન્ટેન રાખવા માગું છું, પરંતુ લગ્ન ત્યારે જ થશે જ્યારે થવાનાં હશે. હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે તેના માટે સંપૂર્ણપણે તૈયાર હોઈશ. અા કોઈ મજાક નથી. અાના માટે બે વ્યક્તિઅોઅે સંપૂર્ણ રીતે એકબીજા સાથે જોડાવવું પડે છે.

You might also like