અનુષ્કાના ફેન ફોલોવર્સ સંખ્યા 70 લાખ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રસંશકોની સંખ્યા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર 70 લાખ થઇ ગઇ છે. જે વાતને લઇને અનુષ્કા શર્મા ખૂબ જ ખુશ છે. ઇન્ડસ્ટ્રિમાં કોઇ પણ ગોડફાધર વગર પોતાના અભિનયના દમ પર અનુષ્કાએ પોતાની  આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે તેણે તેના ડિજિટલ ફેન્સને તેમના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો છે. ખૂબ જ ટૂંકાગાળામાં અનુષ્કાએ અલગ અલગ પ્રકારના રોલ કરીને પોતાની પ્રતિભા દર્શાવી છે. સિનિયર આર્ટીસ્ટ સાથે પણ તેની કેમેસ્ટ્રિ જામે છે. તે પોતાના દરેક કિરદારને યોગ્ય ન્યાય આપે છે. ત્યારે આગામી સમયમાં અવનવા કિરદાર સાથે પોતાના જલ્વા બતાવવા અનુષ્કા તૈયાર છે.

You might also like