અનુષ્કાએ વિરાટને આપી ઈમોશ્નલ વિદાઈ, ફોટોઝ થયા Viral

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મુંબઇ એરપોર્ટ પર તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઈમોશ્નલ વિદાય આપવા આવી હતી.

અનુષ્કા મુંબઈ એરપોર્ટ પર તેના પતિ વિરાટને મુકવા આવી હતી અને બંનેને ભાવુક થઈ ગયા હતા.

અનુષ્કાએ વિરાટને ગળે લગાડીને વિદાય આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના ત્રણ મહિનાના લાંબા પ્રવાસ પર જઈ રહ્યો છે.

વિરાટે દિલ્હીમાં આયર્લેન્ડ જતા પહેલા કહ્યું હતું કે તે મેદાન પર રમવા માટે 100% ફિટ છે અને મેદાન પર જવા ઉત્સુખ છે.

ટીમ ઇન્ડિયાની આયર્લેન્ડ સામે 27 અને 29 જૂને 2 ટી -20 મેચ રમવાની છે.

Off we go. UK Bound! 👍💪 @mahi7781 @shikhardofficial @arunkanade

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ પછી, ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ત્રણ ટી -20 મેચ, ત્રણ એક-દિવસીય મેચો અને પાંચ ટેસ્ટ મેચ રમશે.

You might also like