રિલેશનશીપમાં તિરાડ: અનુષ્કાએ ઠુકરાવી વિરાટની મેરેજ પ્રપોઝલ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી અનેક જોડીઓ વિખુટી પડી ગઇ છે. બોલિવૂડ સ્ટાર્સની લાઇફમાં ઉથલ પાથલ મચી રહી છે. ત્યારે વધારે એક લવ બર્ડસ વિખુટા પડ્યા હોવાની જાણકારી મળી છે. અનુષ્કા અને વિરાટના સંબંધમાં તિરાડ આવી ગઇ છે. મળેલી જાણકારી અનુસાર અનુષ્કા અને વિરાટ પાછલા એક મહિનાથી એકબીજા સાથે વાતચીત નથી કરી રહ્યાં. આ બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નથી કરી રહ્યાં.

સૂત્રોને અનુસાર વિરાટે અનુષ્કાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ અનુષ્કાએ કોહલીના પ્રપોઝલને ઠુકરાવી દીધું. અનુષ્કા હમણાં પોતાની કારકીર્દિ પર ફોકસ કરવા માગે છે. તેથી તેણે લગ્ન કરવાની મનાઇ કરી છે જેને લઇને અનુષ્કા અને વિરાટ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જોકે આ બંનેએ પોતાના સંબંધને લઇને કંઇ જ કહ્યું નથી પરંતુ તેમના બ્રેક અપની ચર્ચા થઇ રહી છે.

You might also like