અનુરાગ ઠાકુર બીસીસીઆઇના સૌથી યુવા અધ્યક્ષ બન્યા

મુંબઇ : ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર બીસીસીઆઇના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. શશાંક મનોહરના રાજીનામા પછી બીસીસીઆનું અધ્યક્ષ પદ ખાલી હતું. અનુરાગ ઠાકુર બીસીસીઆઇના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે અનુરાગ ઠાકુરે જ નોમિનેશન દાખલ કર્યું હતું. આજરોજ મળેલી બીસીસીઆઇની સ્પેશિયલ જનરલ મિટીંગમાં તેમના નામની વરણી કરવામાં આવી છે.

અનુરાગ ઠાકુર 2017 સુધી બીસીસીઆઇના અધ્યક્ષ રહેશે. પૂર્વ અધ્યક્ષ મનોહર શશાંક જગમોહન દાલમિયાના નિધન બાદ અધ્યક્ષ બન્યા હતા. શશાંક મનોહરે આઇસીસીના ચેરમેન બન્યા. તેમણે આઇસીસી અને એશિયન ક્રિકેટ પરિષદના ભારતીય વોર્ડના પ્રતિનિધિ તરીકે પણ રાજીનામું આપ્યું હતુ.

અનુરાગ ઠાકુરની રાજકીય સફર
24 ઓક્ટોબર, 1974માં હિમાચલના હમીરપુર ખાતે અનુરાગ ઠાકુરનો જન્મ થયો હતો. અનુરાગ ઠાકુર રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમ કુમાર ધુમલના દિકરા છે. ભાજપના નેતા અનુરાગ ઠાકુરે 2009માં પેટાચૂંટણી અને 2014ની ચૂંટણીમાં હમીરપુરની લોકસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ છે. 25 વર્ષની ઉંમરે જ અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ બન્યા હતા.
– હમીરપુર, હિમાચલ પ્રદેશથી સાંસદ
– ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ
– હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘના અધ્યક્ષ
– 25 વર્ષની ઉંમરમાં હિમાચલ પ્રદેશના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ
– ભારતીય જૂનિયર ક્રિકેટ ટીમની પસંદગી માટે 2001માં 26 વર્ષની ઉંમરે સૌથી યુવા રાષ્ટ્રીય સિલેકટર બન્યા
– હિમાચલ પ્રદેશના રાઇફલ એસોસિયેશનના અધ્યક્ષ બન્યા
– હોકી હિમાચલ પ્રદેશના મહાસચિવ બન્યા
– ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યકારી સભ્ય બન્યા

You might also like