અનુરાગ ઠાકુરે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી : કોર્ટે આપી છુટ

નવી દિલ્હી : પુર્વ બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે સોમવારે કોર્ટની અવગણના કરવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી લીધી હતી. આ મુદ્દે હવે આગામી સુનવણી 17 એપ્રીલે થશે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇમાં જસ્ટિસ આર.એમ લોઢા કમિટીની ભલામણો લાગુ નહ કરવા અને કોર્ટનાં નિર્દેશો નહી માનવાનાં કારણે અનુરાગ ઠાકુર પર આવગણના કરવાનો આરોપ લાગ્યો હતો.

ઠાકુર માટે કોર્ટ તરફથી રાહતની વાત રહી કે આ મુદ્દે હવે આગામી સુનવણી સુધી તેમનો કોર્ટમાં રજુ થવામાંથી છુટ આપવામાં આવી છે. અગાઉ 2 જાન્યુઆરીએ થયેલી સુનવણી દરમિયાન કોર્ટે બીસીસીઆઇમાં લોઢા પેનલની ભલામણોને નહી માનવા અને તેને લાગુ કરવામાં અડચણરૂપ થવાનાં કારણે બોર્ડનાં અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને અજય શિર્કેને અધ્યક્ષ અને સચિવ પદ પરથી હટાવી દીધા હતા.

કોર્ટે ત્યાર બાદ જસ્ટિસ લોઢા કમિટીની ભલામણોનાં આધારે બોર્ડના સંચાલન માટે ચાર સભ્યોની કમિટી બનાવી હતી. જેને સંચાલન અંગેનું સંપુર્ણ કામ સોંપવામાં આવ્યું હતું. જ્યારે ઠાકુર પર કોર્ટની અવગણના અંગેનો કેસ ચલાવવામાં આવ્યો હતો.

You might also like