અનુપમ ખેર સહિષ્ણુતાના ‘પોસ્ટર બોય’, વડાપ્રધાન મદદ કરે: મનીષ તિવારી

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક અનુપમ ખેરને પાકિસ્તાન દ્વારા વિઝા ન આપવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કોમેન્ટ કરી છે. તેમણે ટ્વિટર પર કહ્યું છે કે અનુપમ ખેરે આ અંગે પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદ માંગવી જોઇએ જેથી તે પાકિસ્તાનના પીએમ નવાજ શરીફ સાથે વાત કરીને તેમને ત્યાં મોકલી શકે.

મનીષ તિવારીએ ટ્વિટ કર્યું, ‘જો સહનશીલ ભારતના પોસ્ટર બોતને પાકિસ્તાન જવાનો આટલો બધો શોખ છે તો તેમના મિત્ર નરેન્દ્ર મોદી પોતાના મિત્ર નવાજ શરીફ સાથે વાત કરીને તેમને ત્યાં મોકલી શકે છે અને વિઝા અપાવમાં તેમની કરી શકે છે?

આ નિવેદનથી મનીષ તિવારી ના ફક્ત અનુપમ ખેર પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની પણ મજાક ઉડાવી છે ગત વર્ષે 25 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પરત ફરતી વખતે અચાનક પાકિસ્તાન ગયા ને ત્યાં લગ્નમાં હાજરી આપી.

અત્રે ઉલ્લેખનીય છે કે કરાંચીમાં એક સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા માટે જઇ રહેલા બોલીવુડ એક્ટરે કહ્યું હતું કે વિઝા ન મળવાથી હું નિરાશ છું. તેમણે કહ્યું કે ભારતથી કેટલાક 18 લોકો આ મહોત્સવમાં ભાગ લેવાના હતા અને બાકી 17 લોકોને વિઝા મળી ગયા, જ્યારે ફક્ત તેમને વિઝા આપવાની મનાઇ કરી દીધી.

You might also like