જેએનયૂ વિવાદમાં અનુપમ ખેરે માર્યો કૂદકો, કન્હૈયા અને તેના સમર્થકો પર તાક્યું તીર

નવી દિલ્હી: જેએનયૂ વિવાદમાં હવે અભિનેતા અનુપમ ખેર પણ કૂદી પડ્યા છે. એક ખાનગી ચેનલમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર અને તેમના સમર્થકો પર નિશાન સાધતાં અનુપમ ખેરે કહ્યું હતું કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં જે અભિવ્યક્તિની આઝાદી હતી તે હવે ક્યાં ગઇ. અનુપમ ખેરે કહ્યું કે જેએનયૂમાં નકારાત્મકતા જોવા મળી રહી છે.

અનુપમ ખેરે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કેમ્પસ પર બનેલી તેમની ફિલ્મ ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ ફિલ્મ જેએનયૂમાં દર્શાવવામાં કેમ આવી રહી નથી. આ ફિલ્મમાં જેએનયૂ જેવા કેમ્પસની જીંદગીને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અનુપમ ખેરે કહ્યું કે ફિલ્મના પ્રોડ્યુસર-ડાયેક્ટર સતત જેએનયૂ વહિવટીતંત્રને ફિલ્મની સ્ક્રીનિંગ માટે પત્ર લખી રહ્યાં છે. પરંતુ કોઇ જવાબ મળી રહ્યો નથી.

You might also like