અનુપમ ખેરની ટ્વિટ, ‘દેશને વિકાસ પસંદ છે બકવાસ નહીં’

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે, એવામાં દેશભરમાંથી સમર્થકો અને પ્રશંસકો તરફથી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. આશરે 1 કલાક પહેલા અભિનેતા અનુપમ ખેરએ પોતાના અંદાજમાં ટ્વિટ કરીને ભાજપને શુભેચ્છા પાઠવી છે.

એમણે શેર કરેલા પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘દોસ્તો!!! આ થપ્પડનો અવાજ તો લોસ એન્જેલસ સુધી સાંભળવા મળી રહી છે. હવે તો મોટાભાગના લોકોને ખબર પડી જશે કે દેશ વિકાસ ઇચ્છે છે બકવાસ નહીં.’


લાગી રહ્યું છે કે અનુપમ ખેક આજકાલ લોસ એન્જલસ છે અને ત્યાંથી ચૂંટણી પરિણામો પર ધ્યાન રાખી રહ્યા છે.

તમને એ પણ જણાવી દઇએ કે અનુપમ ખેર પહેલા પણ BJPના ઘણા સ્ટેજ પર જોવા મળ્યા છે, માની શકાય છે કે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપાથી પ્રભાવિત છે. આ જ કારણ છે કે એમણે આ પ્રકારનું ટ્વિટ કર્યું.

http://sambhaavnews.com/

You might also like