જો ટિકીટની લાઈનમાં ઉભા રહેવાતું હોય તો રાષ્ટ્રગીત માટે કેમ નહીઃ અનુપમ ખેર

પ્રખ્યાત અભિનેતા અને પૂના ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ અનુપમ ખેરે સવાલ કર્યો છે કે, ‘જો લોકો રેસ્ટોરન્ટમાં રાહ જોઈ શકતા હોય, થિએટરોમાં ટિકિટની લાઈનમાં ઉભા રહી શકતા હોય તો થિએટરોમાં રાષ્ટ્રગીત માટે માત્ર 52 સેકન્ડ ઉભા રહી ન શકે?’

અનુપમ ખેરને પૂનામાં સ્વર્ગસ્થ ભાજપ નેતા ‘પ્રમોદ મહાજન મેમોરિયલ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાયરા બાનુને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આ પુરસ્કાર આપ્યો હતો.

અનુપમ ખેરે પોતાના ભાષણમાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાનો વિરોધ કરી રહેલા લોકોની ટીકા કરી હતી. અનુપમ ખેરે કહ્યું હતું કે, ‘મારા માટે રાષ્ટ્રગીત માટે ઉભા થવું એ મારા માટે તેનો ઉછેર જણાવે છે. જેવી રીતે આપણે પિતા કે શિક્ષકના સન્માનમાં ઉભા થઈએ છીએ, તેમ રાષ્ટ્રગીત માટે ઉભા થવું એ દેશ પ્રત્યે આપણું સન્માન છે.’

You might also like